આ જબરદસ્ત સિરીઝ આ મહિને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે, જૂન મહિનો ધમાકેદાર થવા જઈ રહ્યો છે
આજકાલ ઓટીટીનો જમાનો છે. લોકો ફિલ્મો કરતાં વેબ સિરીઝ જોવાનું વધુ પસંદ કરે છે. તેઓ થિયેટરમાં મૂવી જોવા કરતાં નેટફ્લિક્સ પર ચિલ કરવાનુ પસંદ કરે છે… સમય બદલાઈ રહ્યો છે, તેની સાથે લોકોની પસંદગીઓ પણ બદલાઈ રહી છે. નવા મહિનાની શરૂઆતથી જ લોકો પોતાની સિરીઝનું લિસ્ટ બનાવવાનું શરૂ કરી દે છે કે આગામી દિવસોમાં તેઓ તેમની રજાઓમાં કઈ સિરીઝ જોશે. તો ચાલો તમારું કામ સરળ બનાવીએ. અમે તમારા માટે આ મહિને ઓટીટી પર કઈ ફિલ્મો અને સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે તેની સંપૂર્ણ યાદી લાવ્યા છીએ.
1. ધ નાઈટ મેનેજર 2: આ સિરિઝના પ્રથમ ભાગને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરે આ સીરિઝ સાથે OTT પર ડેબ્યૂ કર્યું છે. આ સિરીઝમાં આદિત્યની સાથે અનિલ કપૂર અને શોભિતા ધુલીપાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિરીઝનો બીજો ભાગ 30 જૂને રિલીઝ થશે.
2. UP 65: આ સિરીઝની વાર્તા કોલેજ લાઈફ પર આધારિત છે. IIT કોલેજના બાળકોના જીવન પર આધારિત આ સિરીઝ ગગનજીત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. કોલેજની ખાટી મીઠી ક્ષણો સિરિઝમાં બતાવવામાં આવશે. આ સિરીઝ 9 જૂને Jio સિનેમા પર રિલીઝ થશે.
3. સ્કૂપ: હંસલ મહેતાની મોસ્ટ અવેઇટેડ સિરીઝ સ્કૂપ આજે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ સિરિઝની વાર્તા એક પત્રકારના જીવન પર આધારિત છે. સ્કૂપમાં કરિશ્મા તન્ના, હરમન બાવેજા, ઈશાન પરેરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
4. Hatyapuri : આ સિરિઝ બે ભાષાઓમાં બનાવવામાં આવી છે. લોકો બંગાળી અને હિન્દી બંને ભાષામાં તેનો આનંદ માણી શકે છે. નિર્દેશક સંદીપ રોયે તેનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ G5 પર 2 જૂને રિલીઝ થશે.