August 8, 2026
ગુજરાતઅપરાધ

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દ્વારા પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ માટે કામ કરતા ભારતીય નાગરિકને ડીંડોલી વિસ્તારમાંથી ઝડપી પાડયોહતો.ક્રાઈમ બ્રાન્ચે દીપક કિશોરભાઈ સાળુંખે નામના આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે. જેમાં પોલીસને ઘણી ચોંકાવનારી માહિતી મળી છે. પોલીસનું કહેવું છે કે આરોપી સુરતમાં સામાન્ય નાગરિકોની જેમ રહીને જાસૂસી કરતો હતો અને ભારતીય સેનાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો.

પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇના એજન્ટને ભારતીય અતિ સંવેદનશીલ ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડી દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર દીપક સાળુંકે ઝડપાતા ખળભળાટ મચ્યો છે અને આ મામલે હવે વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે.

ચોંકાવનારી માહિતી

દીપક મે-2022માં પાકિસ્તાની કરાચીના હમીદના સંપર્કમાં આવ્યો હતો. અને તેણે રાજસ્થાનના પોખરણ ખાતેના આર્મી મુવમેન્ટના ફોટો તેમજ માહિતી હમીદને મોકલ્યા હતા. આ માટે તેણે હમીદ પાસેથી રૂપિયા પણ લીધા હતા. પોખરણ ખાતેના આર્મી મુવમેન્ટની માહિતી આપવા બદલ 75,856 રૂપિયા તેના ખાતામાં જમા કરાવ્યા હતા.

દિપક સાળુંકે એ ભરત રાજપૂત નામનું સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું.અને હવાલા પ્રવૃત્તિ કરતા 13 જેટલા facebook ગ્રુપમાં જોડાયો હતો. અને આ ગ્રુપના માધ્યમથી તે હમીદના સંપર્કમાં આવ્યો હતો. દીપક પાસેથી પોલીસને બે અલગ અલગ એક્ટિવ whatsapp નંબર પણ મળી આવ્યા છે. અને બંને નંબર પરથી તે અલગ અલગ નામ સાથે એક્ટિવ હતો. પોલીસે તેની ધરપકડ કરી તે પહેલા તેણે તમામ whatsapp ચેટ ડીલીટ કરી દીધી હતી.

હાલ મામલે પોલીસ પાકિસ્તાની નાગરિક હમીદને ભારતીય સીમકાર્ડ કેટલા મોકલ્યા કોના નામે મોકલ્યા તેમજ આર્મી મુવમેન્ટના ફોટા અને માહિતી ક્યાંથી અને કઈ રીતે મેળવી. તેમજ સીમકાર્ડ હમીદ ને પાકિસ્તાન ખાતે કઈ રીતે પહોંચાડવામાં આવ્યા છે તે તમામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે વધુ ચોકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

Related posts

આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા

Ahmedabad Samay

ફિલ્મ જગતમાં શોકનો માહોલ, મશહૂર ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી

Ahmedabad Samay

હિન્દુ સેનાની જામનગરમાં ગુજરાત સ્તરની 2026ની કાર્યપદ્ધતિની અગત્યની બેઠક યોજાઇ

Ahmedabad Samay

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

અમદાવાદ- તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર 3 ઓગષ્ટના રોજ થશે સુનાવણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો