September 21, 2026
ગુજરાત

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલા પાસે થયેલ ચાંદીની લૂંટના એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા પાસે ગત તારીખ ૧૮ ફેબ્રુઆરીના રોજ ચાંદીની લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો. જેમાં સાયલા પોલીસ મથકે અંદાજે ૧૦૦૦ કિલો ચાંદી અને ઇમિટેશનની આઇટમો સહિત ફૂલ રૂ.૩.૯૩ લાખના મુદ્દામાલની લૂંટ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેને ધ્યાને લઇ અમદાવાદ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, સાયલા પોલીસ, સુરેન્દ્રનગર પોલીસ સહિત અંદાજે ૧૫ થી વધુ ટીમો તપાસમાં જોડાઈ હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમને સફળતા મળી હતી લૂંટના એક મહિલા સહિત ૦૩ આરોપીઓ અને ફૂલ ૦૫ થી વધુ આરોપીઓને ઝડપી પાડયા હતા તેમજ મુદ્દામાલ પણ રીકવર કરવામાં આવ્યો હતો.

…સાયલા પાસે બોલેરોમાં દારૂ ભરેલો છે તેમ કહીને ઇમીટેશન જવેલરી અને ચાંદીની લૂંટને અંજામ આપ્યો હતો. આ બાબતે પોતાના ઘરમાં દાટી રાખીને રાખેલા જવેલરી અને ચાંદીના રૂ.૪૯.૫૯ લાખના મુદામાલ સાથે ૦૧ મહિલા સહિત ૦૩ શખ્સોને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા હતા. આ ઉપરાંત વધુ તપાસ અને પુછપરછ માટે સાયલા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. રાજકોટથી ન્યુઝ એર સર્વીસની બંધ બોડીની બોલેરોમાં અલગ અલગ પાર્સલો લઇને વાહનચાલક અમીતકુમાર શીવકુમાર સીંગ અને કલીનર ત્રીવેણીને બંધક બનાવી બોલેરો ચાલક અમીતને માથમાં લોખંડની ટામી મારી હતી. અને નિર્જન સ્થળે ઉતારીને આયસરમાં પાછળનું બારણું તોડીને અંદર રહેલા ઇમીટેશન જવેલરીના ૩૦ પાર્સલ કિ. રૂ.૫૧.૨૯ લાખ અને ચાંદીના ૬૪ પાર્સલ વજન ૯૯૨ કીલો રૂ.૩.૯૩ કરોડ સાથેની લુંટને અંજામ આપ્યો હતો.આ બાબતે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાંચે ઓપરેશન ડિપ સર્ચ કરીને તપાસ કરતા આઇસરના માલીક દમણ ખાતેનો હોય તપાસ કરતા તેને એમ.પીના ખેતીયા અને ત્યાથી વેચાણ બાદ અંતે દેવાસ જિલ્લાના ચીડાવદ ગામેના જિતેન્દ્ર બાબુલાલ વાજા સુધીનું પગેરુ બહાર આવતા તેની સાથેના સાગરીતો સાથે મળી સાયલા પાસેની લૂંટની ગેંગનો પર્દાફાશ થયો હતો.
…જ્યારે પોલીસ તપાસમાં જીતેન્દ્ર ઝાંઝાએ તેના સાળા સહિત અન્ય એ દેવાસ જિલ્લાના ચેંબારાધીરા ગામે રહેતા જીતેન્દ્ર જયંતીયા ચૌહાણ તેના પત્ની બબીતાને લૂંટનો માલ છે, જુદી જુદી જગ્યાએ રાખવાનો છે અને ૧૦ ટકા આપવાની લાલચ આપતા જીતેન્દ્ર ચૌહાણે ઘરની પાછળ ખાડો કરીને ૭૫ કિલો ચાંદી કિ.૪૯.૨૯ લાખ અને ઇમીટેશનના ૬.૨ કિલો કિ.૩૦૦૦૦ હજાર મળી કુલ રૂ.૪૯.૫૯ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.જયારે લૂંટ ઉપયોગમા લેવાયેલ આઇસરને ૧૦ દિવસ માટે છુપાવવા માટે જીતેન્દ્ર ઝાંઝાએ ગૌતમનગર (એમ.પી)ના કુંદન ઉફે ગોલુ દિલીપ વિશ્વકર્મા આપી હતી અને ઉધાર આપેલા નાણાં માફ કરી દેવામાં આવશે તેમજ ગાડી પણ તને આપવાની લાલચ આપતા કુંદન ઉફે ગોલુએ ખેતરમાં છુપાવેલી આઇસર પોલીસને બતાવતા તમામ મુદામાલ સાથે મહિલા સહિત ૦૩ શખ્સોને ઝડપી સાયલા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા.

Related posts

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કર્યું

Ahmedabad Samay

સુરતના સચીનમાં ત્રણ અલગ-અલગ નંબર પ્લેટ સાથે ક્રેટા કારમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગરની પીસીબીએ ધરપકડ કરી

Ahmedabad Samay

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ગોમતીપુર પોલીસે ગણતરીનાં કલાકોમાં તાબરીયા ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

ધનતેરસે કરો આટલું લક્ષ્મીજી રહેશે પ્રશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો