August 13, 2026
વરસાદ
ગુજરાત

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધીમાં ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધીમાં ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની સાથે મેઘગર્જના માટે યલો એલર્ટ પણ આપ્યું છે. ત્યારે વગર ચોમાસે દેશમાં એકસાથે 11 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે 21 માર્ચ સુધીમાં ગુજરાત જ નહીં એકસાથે વિવિધ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. કેટલાક રાજ્યમાં વરસાદ તોફાની રહેવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક સ્થળે પવનની ગતિ 70 કિમી પહોંચી શકે છે. કેટલાક રાજ્યમાં કરા સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

દેશમાં ચોમાસા વગર જ એક કે બે નહીં પૂરી 11 સિસ્ટમ સક્રિય છે. સિસ્ટમની વાત કરીએ તો, રાજસ્થાન ગુજરાત સરહદે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. રાજસ્થાન પાકિસ્તાન સરહદે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન-મધ્યપ્રદેશ સરહદે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે પૂર્વ મધ્ય પ્રદેશ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ લાઈન સર્જાઈ છે. ઉત્તર પ્રદેશમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. પૂર્વોત્તરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ટ્રફ લાઈન પણ સક્રિય છે. દક્ષિણ ભારતમાં બે ટ્રફલાઈન સક્રિય છે.

ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી 24 કલાક સુધી ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ત્યારબાદ તેની તીવ્રતા ઓછી થવાની ધારણા છે. 19 અને 20 માર્ચે હિમાચલ પ્રદેશમાં તેમજ 20 માર્ચે ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે.

20 માર્ચ સુધી પશ્ચિમ હિમાલય પ્રદેશ અને ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડા ચાલુ રહેવાની સંભાવના છે. 18 અને 19 માર્ચે હિમાચલ પ્રદેશમાં અને 19 અને 20 માર્ચે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ કરા પડવાની પણ સંભાવના છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, 21 માર્ચ સુધી મધ્ય અને પૂર્વ ભારતમાં અલગ અલગ સ્થળોએ વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડા ચાલુ રહેવાની સંભાવના છે. વધુમાં, 18 અને 19 માર્ચે છત્તીસગઢમાં, 18 માર્ચે વિદર્ભમાં, 20 માર્ચે મધ્યપ્રદેશમાં અને 20 અને 21 માર્ચે પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં કરા પડવાની સંભાવના છે. વ્યાપક વાવાઝોડાની પ્રવૃત્તિને કારણે, આગામી અઠવાડિયા દરમિયાન દિવસનું તાપમાન સામાન્ય સ્તરથી નીચે રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ દરમિયાન કોઈ ગંભીર ગરમીની સ્થિતિની આગાહી નથી.

હવામાન વિભાગે ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, 18 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિદ્વારકા, જામનગર, મોરબી, કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 19 માર્ચના રોજ ગુરૂવારના રોજ બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Related posts

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો આજથી શુભારંભ

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

અમદાવાદમાં ફરી વાગશે જાહેર સાયરન ,આજે આપાતકાલિન સાયરન સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન

Ahmedabad Samay

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો