અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ દ્વારા જાહેરમાર્ગ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત પૂર્વ ઝોનમાં આ કામગિરી કરવામાં આવી હતી. બી.આર.ટી.એસ.રૂટ પર તેમજ જુદા જુદા જાહેરમાર્ગો પરના દબાણો દૂર કરાયા હતા. ઉપરાંત બિનઅધિકૃત બાંધકામો તોડાયા હતા.
લાંભા ગામના નોન ટી.પી વિસ્તારમાં આવેલ રો-હાઉસ પ્રકારના 2155 ચો.ફુટ ક્ષેત્રફળમાં 7 યુનિટ અન-અધિકૃત બાંધકામો દૂર કરાયા. કોર્પોરેશન દ્વારા જે.સી.બી. બ્રેકર મશીન, દબાણ ગાડી, ખાનગી મજુરોની મદદથી, એસ.આર.પી.બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યા હતા.
બી.આર.ટી.એસ.રૂટ પર તેમજ જુદા જુદા જાહેરમાર્ગો, ફુટપાથ પર જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ 6 લારી, 55 પરચુરણ માલસામાન, લૂઝ દબાણો ગોડાઉન ખાતે જમા કરાવવામાં આવ્યા હતા. અન- અન-અધિકૃત રીતે પાર્ક કરેલ વાહનોને સીલ કરી 14,800 રુપિયાનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આમ, આવા પ્રકારના અન-અધિક્રૃત બાંધકામો તથા જાહેરમાર્ગ પરના જાહેર જનતા, ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ દબાણો, અન-અધિકૃત જાહેરાતના બોર્ડ, બેનર્સ વગેરે દૂર કરાયા હતા.
છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનના 7 ઝોનમાં આ પ્રકારે દબાણો દૂર કરવાની કામગિરી કરવામાં આવી રહી છે. હજૂ પણ આગામી સમયમાં આ ઝૂંબેશ અંતર્ગત બાંધકામો દૂર કરવામાં આવશે.