August 8, 2026
Other

રાજકોટના સ્પોર્ટ્સ પ્રેમીઓ થઈ જાવ તૈયાર: સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ અને કરાટેની બેચનો થયો પ્રારંભ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યુનિવર્સિટી રોડ પર અંદાજિત રૂ. 5 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષને મંત્રી હર્ષ સંઘવીના હસ્તે થોડા સમય પૂર્વે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, મલ્ટીપર્પઝ જીમ અને કરાટેની બેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોમ્પ્લેક્ષના સંચાલક જીગરભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલ આ ચારેય રમતો માટે સભ્યોની નોંધણી પ્રક્રિયા ચાલુ છે. રમત દીઠ પ્રતિમાસ માત્ર રૂ. 300 સભ્ય ફી છે. કોમ્પ્લેક્ષ સવારે 6:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બેચ સમય અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, બપોરે 11:00 થી 1:00 તેમજ 03:00 થી 06:00 કલાક વિદ્યાર્થીઓને કોચિંગ તેમજ પ્રેક્ટિસ માટે ખુલ્લું રહેશે. આ સમય સિવાયની બેચ જનરલ ખેલાડીઓ માટે ખુલ્લી રહેશે. હાલ લોન ટેનિસ તેમજ વોલી બોલની રમતો માટે મેદાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થયે બંને રમતો માટેની બેચનો પણ પ્રારંભ કરાશે. જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ ખાતે આગામી સમયમાં કોચિંગ કેમ્પ, ટ્રેનિંગ સેશન, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાની સપર્ધાઓનુ પણ આયોજન કરવામાં આવશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાએ જણાવ્યું છે. રાજકોટના આંગણે નવનિર્મિત અદ્યતન જિલ્લા સ્પોર્ટસ સંકુલ વિવિધ રમતો માટે યુવા પ્રતિભા બહાર લાવામાં અગત્યનું પ્લેટફોર્મ પૂરું પાડશે.

Related posts

ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી

Ahmedabad Samay

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

Ahmedabad Samay

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

Ahmedabad Samay

પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં ૩૦ થી  શાળાઓને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી

Ahmedabad Samay

વાડજ પોલીસ સ્ટેશન દ્વારા મોડિફાઈડ સાયલેન્સરોના કારણે રસ્તા પરથી પસાર થતી વખતે ભારે કર્કશ અવાજ કરતા સામે કડક કાર્યવાહી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો