ભક્તિ સર્કલથી ગેલેક્સી હોમ્સ વચ્ચે ઘટનાઓના પગલે સર્કલ બનાવવાની માગણી પાંચ વરસથી કરાઈ રહી હતી. જેના પગલે આખરે અહીં સર્કલનું કામ શરૂ કરાયું છે.છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત કરાતી હતી હવે લોકોને છે દાસ્તાન કે ઓઢવ સર્કલ સુધી ધક્કા ખાવા પડશે નહીં,વધુમાં લોકોનો સમય અને ઈંધણ વેડફાતા તે પણ હવે નહિ થાય રાહદારીઓને મોટી રાહત મળશે.
નિકોલમાં ભક્તિસર્કલ વિસ્તારમાં છેલ્લા એક દસકામાં મોટા પ્રમાણમાં લોકો વસવાટ કરવા માંડ્યા છે. અહીં સંખ્યા બંધપાર્ટીપ્લોટ, રહેણાકમકાનો અને એપાર્ટમેન્ટો બન્યા છે. જેમાં હજારો લોકો વસવાટ કરેછે. રિંગરોડની સામેની તરફ ગેલેક્સી હોમ્સ આસપાસ પણ રહેણાક વિસ્તાર વિકસ્યો છે. ત્યારે આ બંને વિસ્તાર વચ્ચેરિંગરોડ પર ડિવાઈડર હોવાથી લોકોને છેક દાસ્તાન કે ઓઢવ સર્કલ સુધી ધક્કો ખાવો પડતો હતો ઘણી તકલીફો વેઠવી પડતી હતી અને રસ્તો ઓળંગતા લોકો પુરપાટ ઝડપે દોડતા વાહનોની હડફેટે ચડી | અકસ્માતનો ભોગ બનતા હતા. અહીં છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં અહીં સર્કલ બની ગયા બાદ લોકોની મુશ્કેલીનો અંત આવશે. સાથે સાથે ભક્તિસર્કલ સિટીબસ ટર્મીનસને જોડતો રસ્તો પણ સુવિઘાજનક બની ગયેલ છે,