June 22, 2026
ગુજરાતરાજકારણ

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમ મોદીએ મારી અટક પર સવાલ ઉઠાવ્‍યા હતા. પીએમનું કહેવુ હતુ કે, મારા નામમાં ગાંધી સરનેમ કેમ છે, નહેરુ સરનેમ કેમ નથી? રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે, મારા ભાષણને સંસદના રેકોર્ડમાંથી હટાવવામાં આવ્‍યા છે પરંતુ પીએમ મોદીના આ શબ્‍દો રેકોર્ડમાંથી હટાવવામાં આવ્‍યા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા અપમાનથી કશુ નહીં થાય, સત્‍ય સામે આવશે. મેં કોઈને એક શબ્‍દ પણ કહ્યો નથી. મે સંસદમાં ખૂબ વિનમ્રતાથી વાતથી વાત મુકી હતી. મેં સંસદમાં કોઈ ખોટી વાત કરી નથી.

કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધીએ કહ્યું, મારુ મોઢુ જોવો અને તે જયારે બોલે છે ત્‍યારે તેમનું મોઢુ જોવો. રાહુલ ગાંધીએ કહ્યુ કે, તેમને બોલતા બોલતા કેટલી વખત પાણી પીધુ, પાણી પીતા પણ તેમના હાથ કાંપતા હતા. પીએમ મોદીને લાગે છે કે, તે ખૂબ શક્‍તિશાળી છે. પીએમ મોદીને એમ લાગે છે કે, લોકો તેમનાથી ડરી જશે પરંતુ આ વખતે સત્‍ય તેમની સાથે નથી. પ્રધાનમંત્રી મોદી આ વખતે સત્‍યનો સામનો કરવો પડશે. આ પહેલા રાહુલ ગાંધીને ભાજપ સાંસદ નિશિકાંત દુબે તરફથી વિશેષાધિકાર ભંગની નોટિસ મોકલવામાં આવી હતી. રાહુલ ગાંધીને લોકસભા સચિવાલયે ૮ ફેબ્રૂઆરીએ નોટિસ આપી હતી અને આ નોટિસનો જવાબ ૧૫ ફેબ્રૂઆરી સુધી આપવાનો સમય આપ્‍યો છે.

રાહુલ ગાંધીએ ૨૦૧૪માં ભાજપની નેતૃત્‍વવાળી NDAને સત્તામાં આવ્‍યા બાદ અદાણીની સંપત્તિમાં અચાનક આવેલી વૃદ્ધિ અંગે ઈશારો કરીને અદાણીના મોદી સાથેના સબંધો અંગે પ્રશ્નો ઉઠાવ્‍યા હતા. ગાંધીએ પ્રધાનમંત્રી પર ક્રોની કૈપિટલિજમના આરોપ પણ લગાવ્‍યા હતા. લોકસભા સચિવાલયના સૂત્રો અનુસાર, ૭ ફેબ્રૂઆરીએ લોકસભાના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન ભ્રામક અપમાનજનક, અસંસદીય અને આપતિજનક નિવેદન આપવા અંગે વિશેષાધિકાર ભંગ નોટિસમાં રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવ્‍યા છે.

Related posts

અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સામે સવાલો, જાણો કેટલા નોંધાયા કેસો

Ahmedabad Samay

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં આવેલ કુંભાજી ની ચાલીમાં બોલાચાલી થતા બેને ચાકુના ઝીંકી નાખ્યા

Ahmedabad Samay

બજેટ ની ખાસ વાતો

Ahmedabad Samay

શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસે અન્ય નામ જાહેર કર્યો

Ahmedabad Samay

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પોતાની ઓફીસ બહાર લગાવ્યો “આઈડિયા બોક્સ”

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠના 50 જેટલા સેવકોને મકાન ખાલ કરવા માટે મળી નોટિસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો