August 9, 2026
અપરાધ

સાયલાના ધજાળા ગામમાંથી બોલેરો કારમાં લઈ જવાતો રૂપિયા 27 હજારની 78 નંગ બોટલ દારૂ સાથે બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા.

સાયલાના ધજાળા ગામમાંથી બોલેરો કારમાં લઈ જવાતો રૂપિયા 27 હજારની 78 નંગ બોટલ દારૂ સાથે બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. અન્ય 3 વ્યક્તિઓને આ ઘટના સંદર્ભે પોલીસ શોધી રહી છે. સાયલા તાલુકાના ધજાળા ગામથી આગળ ગરાંભડી ગામના રંગપરામાં જવાના રસ્તા ઉપર ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી હતી. રવિ ભવાનભાઈ સબાડ ( રહે. કોઠારીયા- રાજકોટ ) અને દિપક હમીરભાઈ બોરસાણીયા ( રહે. વગડીયા, થાન )બોલેરો કાર લઈને પસાર થતા હતા.ત્યારે તેમને રોકી ચેકિંગ કરતા તેમની પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 78 જેની કિંમત 27,222 બલેનો કાર જેની કિંમત 1,50,000 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત 3,500 મળી કુલ મુદ્દા માલ 1,80,722 પકડી પાડી તેના વિરૂદ્ધમાં પ્રોહી એક્ટ મુજબ ધજાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

…આ સંદર્ભે રામજીભાઈ વિભાભાઈ કોરી રહે. ગરાભડી તાલુકો સાયલા, સાહિલભાઈ મુસલમાન રહે. હુડકો ચોકડી રાજકોટ, મુકેશભાઈ ધીરુભાઈ વાઘેલા રહે.વેલનાથ પરા રાજકોટને પકડવાના બાકી હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.

Related posts

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

મહિલાઓની ચેઇન સ્નેચિંગ અને કાનની સોનાની બુટ્ટી ખેંચી ચોરી કરતી ગેંગની ઇસનપુર પોલીસે કરી ધરપકડ

Ahmedabad Samay

પંજાબ અને હરિયાણા ખેડૂત આંદોલનના કારણે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના પ્રવાહને અસર થઈ

Ahmedabad Samay

શાળાએથી ઘરે પરત ફરતી વેળાએ ધોરણ ૧૦માં ભણતી વિદ્યાર્થીનીને પ્રાઇવેટ બસ એ હડફેટે લેતા: થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો