થોડા દિવસ પહેલા નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આર્મી મેન દ્વારા એક યુવતીની દારૂપીધેલ હાલતમાં છેડતી કરવામાં આવી હતી અગાઉ પણ આર્મી મેન અશોક ઠાકર ઉર્ફે શિવમે ઘણીવાર દારૂપીને લોકોને હેરાન કરવામાં આવતું હતું.
થોડા દિવસ પહેલા નરોડામાં આર્મી મેન દ્વારા એક યુવતીની દારૂપીધેલ હાલતમાં છેડતી કરવામાં આવી હતી જે ને લઇને આ કિસ્સો બહુ ચર્ચામાં આવી ગયો હતો અને આર્મી ના જવાન દ્વારા આવી હરકત કરતા સમાચારમાં આ કિસ્સાની ઘણી ટીકા કરવામાં આવી હતી.
અશોક ઠાકર વિરુદ્ધ તમામ સબૂત હોવા છતાં અને આવા કૃત્ય કર્યા બાદ પણ કાનુન જોડે આગોતરા જામીન માટે ભીખ માંગવામાં આવી હતી.
પરંતુ યુવતીના વકીલ સખિલ.જી. ઓઢવેલે પોતાની સુજ બુજ અને ચપળતા પૂર્વક અશોક ઉર્ફે શિવમની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે અશોક ઉર્ફે શિવમ એ અગાઉ પણ ૫ થી ૬ વાર આવી શરમજનક હરકતો કરી છે તે જ્યારે પણ રજા ઉપર આવતો ત્યારે ત્યારે ફ્લેટના રહીશો માટે માથાનો દુખાવો બની જતો હતો, લોકોને અપશબ્દો બોલતો અને આસ પડોશમાં રહેતા લોકોને હેરાન કરતો, તેની કરતૂતો વિશે ઘણી વાર પોલીસને જાણ કરતા પોલીસના ઢીલા વર્તનના કારણે અશોક ઠાકરે આટલી હદ સુધીનો વર્તન કર્યું કે તેના આ હરક્તથી ભારતીય લશ્કરનું પણ નામ ખરાબ કર્યું હતું. સખિલ.જી. ઓઢવેલે એક પછી એક દલીલો એવા પ્રકારે ચતુરાઈ થી રજુઆત કરી હતી કે અશોક ઠાકરના વકીલની બોલતી બંધ થઇ ગઇ હતી સખિલ.જી. ઓઢવેલે બિરબલ જેવા શબ્દોમાં ફસાઇ ગયો અને કઇ બોલી પણ ન શક્યો હતો.
સખિલ.જી. ઓઢવેલ ની દલીલો સાંભળી જજે આજ રોજ ની સુનવણી પર ધ્યાન આપતા ૧૫ જુલાઇ ના રોજ અશોક ઠાકર વિરુદ્ધ ઓડર કાઢવાનું જણાવ્યું છે.