September 21, 2026
ગુજરાતઅપરાધ

ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં એરંડાનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યુ છે. ત્યારે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા એરંડાની ચોરી થવાની ઘટના ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા. કુલ 4 આરોપીઓએ મળીની 3 ગામની સીમમાં એરંડાની ચોરી કરી હતી.

…સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને લખતર તાલુકાના કારેલા અને અંકેવાળીયા તથા ધ્રાંગધ્રાના જસાપર ગામની સીમમાંથી એરંડાની ચોરી થઇ હતી. આ બાબતે એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીની સુચનાથી એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં મુળ ગેડીયા ગામના નસીબખાન હુશેનખાન જત મલેક તથા ઝેઝરી ગામે રહેતો સોહિલખાન અજીતખાન જતમલેકને પોલીસે પકડી લીધા હતા. પુછપરછમાં તેમણે ઇંગરોળીના સીરાજ રહીમખાન જતમલેક અને માલવણના અબદુલ્લખાન દિલાવરખાન જત મલેકે સાથે મળીને કારેલા, અંકેવાળીયા અને જસાપરની સીમમાં એરંડાની ચોરી કરી હતી. તેમાં સીરાજખાનની ગાડી લઇને એરંડાની ચોરી કરવા ગયા હતા. આ કેસમાં સીરાજ રહીમખાન ગુજસીકોટના ગુનાનો આરોપી છે અને પેરોલ જંપ કરેલો છે. આરોપીઓએ એરંડા વેચીને મેળવેલા રૂ.49 હજાર પણ તેમની પાસેથી મળી આવ્યા હતા. એલસીબીની ટીમે નાશતા ફરતા વધુ બે આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.

Related posts

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત ના પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહા દ્વારા હોળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં હેમ રેડિયો પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન

Ahmedabad Samay

મનપા ચૂંટણીમાં ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા, 797 ફોર્મ માન્ય રહ્યા

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો