January 19, 2025
રમતગમત

DC vs GT: ગુજરાત ટાઇટન્સની સતત બીજી જીત, દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી હરાવ્યું

IPLની 16મી સિઝનની 7મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. ગુજરાતની ટીમને દિલ્હી દ્વારા 163 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે તેણે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં સાઈ સુદર્શને ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની જોડી આ મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમને સારી શરૂઆત અપાવી શકી ન હતી. ગુજરાતની ટીમને 22ના સ્કોર પર પહેલો ફટકો રિદ્ધિમાન સાહાના રૂપમાં લાગ્યો હતો, જે એનરિક નોર્ખિયાના બોલ પર 14 રન બનાવીને બોલ્ડ થયો હતો. આ પછી 36ના સ્કોર પર ગુજરાતની ટીમને શુભમન ગિલના રૂપમાં વધુ એક ઝટકો લાગ્યો હતો, જ્યારે 54ના સ્કોર પર ટીમે હાર્દિક પંડ્યાની વિકેટ પણ ગુમાવી હતી.

પ્રથમ 6 ઓવરમાં 3 નિર્ણાયક વિકેટ ગુમાવ્યા બાદ ગુજરાત ટાઇટન્સ ટીમનો દાવ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ વિજય શંકર અને સાઇ સુદર્શને  સંભાળ્યો હતો અને ચોથી વિકેટ માટે 53 રનની શાનદાર ભાગીદારી કરીને ટીમને જીત તરફ દોરી હતી. આ મેચમાં વિજય શંકર 23 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સાઈ સુદર્શને ડેવિડ મિલર સાથે મળીને 5મી વિકેટ માટે ઝડપી 56 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.

સાઈ સુદર્શને આ મેચમાં 48 બોલમાં 62 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી જ્યારે ડેવિડ મિલરે 16 બોલમાં 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી આ મેચમાં નોર્ખિયાએ 2 જ્યારે મિશેલ માર્શ અને ખલીલ અહેમદે 1-1 વિકેટ લીધી હતી.

દિલ્હીના બેટ્સમેનોએ ફરી નિરાશ કર્યા

આ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ દિલ્હી માટે ઓપનિંગમાં ઉતરેલી પૃથ્વી શો અને કેપ્ટન ડેવિડ વોર્નરની જોડી ફરી એકવાર ટીમને સારી શરૂઆત આપી શકી ન હતી. દિલ્હીની ટીમને 29ના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી હતી.  

દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે સરફરાઝ ખાન સાથે ત્રીજી વિકેટ માટે 30 રનની ભાગીદારી કરી હતી, જે બાદ વોર્નર 32 બોલમાં 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દિલ્હીની ટીમને 67ના સ્કોર પર ચોથો ઝટકો રિલે રુસોના રૂપમાં લાગ્યો હતો, જે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી સરફરાઝ ખાન અને અભિષેક પોરેલની જોડીએ સ્કોર 100થી આગળ વધાર્યો હતો. પોતાની પ્રથમ IPL મેચ રમી રહેલો પોરેલ 11 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા ઉતરેલા અક્ષર પટેલે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 36 રનની ઇનિંગ રમીને 20 ઓવરમાં ટીમના સ્કોરને 162 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત તરફથી આ મેચમાં રાશિદ ખાન અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ લીધી હતી, જ્યારે અલઝારી જોસેફે પણ 2 વિકેટ પોતાના નામે કરી હતી.

Related posts

ભારતે પાકિસ્તાનને ૬ રનથી પરાજય આપ્યો

Ahmedabad Samay

ક્લબ કેરળ બ્લાસ્ટર્સ એફસીએ 2021-22 સીઝન પહેલા ઇવાન વુકોમોનોવિચને તેના નવા મુખ્ય કોચ

Ahmedabad Samay

CSK vs GT Playing-11: આજે ચેન્નઇ માટે શુભમન ગિલને રોકવો પડકાર રહેશે, ગુજરાત સામે અત્યાર સુધી નથી જીતી શકી ધોનીની ટીમ

Ahmedabad Samay

IND Vs WI: ત્રિનિદાદમાં કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ? રોહિત શર્માના આંકડા વધારશે વિન્ડીઝની ચિંતા

Ahmedabad Samay

ભારતની અંડર-18 મહિલા ટીમે JRD ટાટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેપાળ સામે 7-0થી જીત મેળવી

Ahmedabad Samay

રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે

Ahmedabad Samay