14 ઓક્ટોબરે વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચનો સૌથી મોટો મુકાબલો થશે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ વિશ્વકપની આ મેચ યાદગાર અને ઐતિહાસિક બની રહેશે. કારણ કે તેમાં ફિલ્મી સિતારા અને સિંગર્સ ચાર ચાંદ લગાવશે. વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની તો નહોતી યોજાઈ પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ઓપનિંગ સેરેમની જેવો જ કાર્યક્રમ યોજાશે
મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે. જ્યારે રણવીરસિંહ, તમન્ના ભાટિયા, આશા ભોંસલે અને અરિજિતસિંહ પરફોર્મન્સ આપશે. મેચ દરમિયાન ભારે આતશબાજી અને લેસર શો યોજાવાની પણ શક્યતા છે. મહત્વનું છે કે બન્ને ક્રિકેટ ટીમ મેચ રમવા માટે અમદાવાદ આવી ચૂકી છે.