April 25, 2024
રમતગમત

RR vs DC: આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સમાંથી કોણ જીતશે? મેચ પહેલા જાણો જવાબ

આજે,8 એપ્રિલે IPLની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામસામે હશે. આ મેચ ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 3.30 કલાકે શરૂ થશે. આ મેચ માટે રાજસ્થાનની ટીમનો હાથ થોડો ઉપર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ ટીમે IPL 2023ની શરૂઆત જબરદસ્ત રીતે કરી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સનું ડેબ્યૂ ફ્લોપ રહ્યું હતું.

IPLની આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં બે મેચ રમી ચૂકી છે. પ્રથમ મેચમાં તેણે SRHને 72 રનથી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં તેને પંજાબ કિંગ્સ સામે માત્ર 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સ સામેની હાર છતાં રાજસ્થાનની ટીમ જે રીતે રમી, તેનાથી આ ટીમના બીજા ઘણા સકારાત્મક પાસા સામે આવ્યા છે.

દિલ્હીની ટીમ આ આઈપીએલ સિઝનની તેની બંને મેચો એકતરફી રીતે હારી ગઈ છે. પ્રથમ મેચમાં, તેઓ લખનૌ દ્વારા 50 રને પરાજય પામ્યા હતા, જ્યારે બીજી મેચમાં, ગુજરાત ટાઇટન્સે તેમને 11 બોલ બાકી રહેતા 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ બંને મેચમાં દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનું ઉત્સાહ જરાય દેખાયો નહતો.

રાજસ્થાનની ટીમમાં સારું સંતુલન

રાજસ્થાન રોયલ્સની આખી ટીમ સારી લયમાં જોવા મળી રહી છે, સાથે જ આ ટીમમાં બોલિંગ અને બેટિંગનું પણ સારું સંતુલન છે. રાજસ્થાન રોયલ્સ પાસે 9મા ક્રમ સુધી બેટિંગનો વિકલ્પ છે. આ ટીમમાં ઓપનિંગથી લઈને મિડલ ઓર્ડર અને ફિનિશિંગ સુધી દરેક પોઝિશન માટે ઝડપી બેટ્સમેન છે. બોલિંગમાં સ્પિન વિભાગમાં ચહલ અને અશ્વિનની દિગ્ગજ જોડી છે, જ્યારે ફાસ્ટ બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ જેવો ખતરનાક બોલર છે. ફાસ્ટ બોલિંગમાં બોલ્ટને સપોર્ટ કરવા માટે જેસન હોલ્ડર અને કેએમ આસિફ જેવા બોલર પણ છે. હાલમાં આ ટીમના તમામ ખેલાડીઓ સારી લયમાં જોવા મળી રહ્યા છે.

દિલ્હીની બેટિંગ અને ફિલ્ડિંગ ફ્લોપ રહી હતી

વોર્નરથી લઈને પૃથ્વી શો, રિલે રોસુ અને રોવમેન પોવેલ જેવા અનુભવીઓનું બેટ હમણા શાંત છે. ત્યારે મિચેલ માર્શ પણ આજની મેચમાં આ ટીમમાં નહીં હોય. બોલિંગમાં, આ ટીમ ફાસ્ટ અને સ્પિન વિભાગમાં સારું સંતુલન ધરાવે છે, પરંતુ ખરાબ ફિલ્ડિંગને કારણે બોલિંગ ફ્લોપ દેખાઈ રહી છે.

એકંદરે, બંને ટીમોના મોમેન્ટમ, ખેલાડીઓનું ફોર્મ અને પ્લેઇંગ-11 કોમ્બિનેશનને જોતા એવું કહી શકાય કે રાજસ્થાન રોયલ્સ ટીમ આજની મેચમાં જીત નોંધાવી શકે છે.

Related posts

નીરજ ચોપરા આજે દોહામાં પોતાનું કૌશલ્ય બતાવશે, શું તે 90 મીટરનો અવરોધ તોડી શકશે?

Ahmedabad Samay

IPL 2023: પોઈન્ટ ટેબલમાં KKRને ફાયદો, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતને ફટકો

Ahmedabad Samay

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળીની શાનદાર ભેટ

Ahmedabad Samay

India Vs Australia 3rd Test: ત્રીજી ટેસ્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાને ઝટકો, કમિન્સ બહાર

Ahmedabad Samay

BCCI ફરી એકવાર શરમમાં મુકાઈ શકે છે, ઈન્દોરની પિચને પણ ઓછુ રેટિંગ મળવાનું જોખમ

Ahmedabad Samay

IND Vs AUS: શું ટીમ ઇન્ડિયા ઇન્દોરમાં ઇતિહાસ રચશે? જાણો 141 વર્ષ પહેલા ટેસ્ટમાં 85 રનના લક્ષ્ય સામે કેવી રીતે મેળવી હતી જીત

Ahmedabad Samay