September 27, 2026
અપરાધ

શાળાએથી ઘરે પરત ફરતી વેળાએ ધોરણ ૧૦માં ભણતી વિદ્યાર્થીનીને પ્રાઇવેટ બસ એ હડફેટે લેતા: થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

શાળાએથી ઘરે પરત ફરતી વેળાએ ધોરણ ૧૦માં ભણતી વિદ્યાર્થીનીને પ્રાઇવેટ બસ એ હડફેટે લેતા: થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાજકોટ શહેર તથા જિલ્લા અને ગામડામાં દિવસે અને દિવસે અકસ્માતના બનાવ વધતાજઈ રહ્યા છે.

ટ્રાફિક તથા લોકોની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે જેમાં ઘણી વખત નિર્દોષ ગંભીર રીતે ઘાયલ થાય છે તો ઘણી વખત પોતાની જાન પણ ગુમાવે છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટના વિછીયા તાલુકાના એક ગામમાં રહેતી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી છોકરી શાળાએથી ઘરે પરત ફરતી હતી ત્યારે પ્રાઇવેટ બસે હડફેટે લેતા વિદ્યાર્થીની ગંભીર રીતે જાગ્રસ્ત થઈ હતી.

તે માહિતી અનુસાર વીંછયાના પીપરડી ગામે રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી શીતલ શાળાએથી પોતાના ઘરે સાઇકલ પર જઈ રહી હતી ત્યારે પ્રાઇવેટ બસ ચાલકે તેને હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેથી તાત્કાલિક વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અકસ્માત સર્જાતા બસનો ડ્રાઇવર ડરી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પૂછપરછ કરી પોલીસે બસ ડ્રાઇવરની શોધમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ભાઈને પોલીસ પકડી જતા ભાઈને છોડવા બહેનની દબંગાઈ, પોલીસ ચોકી ની ખુરશી તોડી

Ahmedabad Samay

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

વટવા:રમવાની ના પડવાની બાબતમાં યુવકને છરીના ઘા ઝીંકાય

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

ટંકારામાં નિયમોનુસાર શ્રમિકોની માહિતી નહિ આપનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો