September 18, 2024
ગુજરાત

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,સાત અંદરબ્રિજ બંધ કરાયા, જાણો ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના કારણે શહેરના 7 અંડરબ્રિજ બંધ કરાયા છે. અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ શહેરના થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતા, એલિસબ્રિજ, જમાલપુર, મણિનગર,કોતરપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.

ધોધમાર વરસાદથી શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે. તેમજ ભારે વરસાદને લઇને 7 અંડરબ્રિજ બંધ કરાયા છે.

વાસણા બેરેજના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે તેમજ સાબરમતી નદીમાંથી 33 હજાર 660 ક્યુસેક પાણી છોડાયું છે.  ભારે વરસાદથી અમદાવાદ જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સાંજના સમય અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે.

જાણો ક્યાં વિસ્તારમાં કેટલું પાણી ભરાયું

Related posts

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ

Ahmedabad Samay

નવરાત્રીમાં ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ માતાજીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા નહિ : વિજય રૂપાણી

Ahmedabad Samay

SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્‍યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો