September 24, 2026
અપરાધ

ધોરણ ૦૮ માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની દીકરી જયપુર થી અમદાવાદ આવતા થઇ ગુમ

જયપુરથી ઘરે પરત ફરતા માતા પુત્રી થયા વિખુટા,૧૩ વર્ષની ૦૮ માં ધોરણમાં અભ્યાસ કરતી દીકરી થઇ ગુમ,

માતાએ વધુમાં જણાવ્યું કે હુ તથા મારી દીકરી પાયલ બન્ને જણા અમારા વતન સાહીયાપુરથી બસમા બેસી જયપુર ખાતે મારી બહેનના ઘરે આવેલ અને તેના ઘરેથી ગઇકાલ તા-૧૭/૦૪/૨૦૨૫ ના રોજ જયપુર રેલવે સ્ટેશન આવેલ જયાથી અમારે અમદાવાદ આવવાનુ હોવાથી ટ્રેનની ટીકીટ જયપુર થી અસારવાની લઈને ટ્રેનના આગળના જનરલ કોચ મા બેસેલા અને ટ્રેનમા બેસીને અમો આવી રહ્યા હતા ત્યારે તા-૧૮/૦૪/૨૦૨૫૨૦૨૫ના વહેલી સવારના ક.૦૬/૦૦ વા ગ્યાના આશરામા મારી દિકરી પાયલને પેશાબ આવતા પેશાબ કરવા ગયેલ જે પેશાબ કરી પરત ન આવતા અમોએ ટ્રેનમા શોધખોળ આદરેલ પરંતુ મારી દિકરી ટ્રેનમાં મળી આવેલ નહિ,

જેથી અમોએ તથા ટ્રેનના અન્ય પેસેન્જરો બધા શોધવા લા ગેલ તેમ છતા મારી દિકરી મળેલ નહી એટલામાં ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન આવી ઊભી રહેતા અમોએ ટ્રેનમાંથી નીચે ઉતરીને પણ શોધખોળ કરેલ પરંતુ પાયલ મળી નહી આવેલ જેથી હું ડરી ગયેલી અને ટ્રેનમાં બેસી અસારવા ગયેલ જ્યા પહોંચી મારા પતિને મે આ વાત કરેલ જેથી અમોએ ત્યા આખી ટ્રેનમાં શોધખોળ કરેલ અને મારી દિકરી ન મળતા હું.

મારા પતિ સુનિલભાઈ, મારા જેઠ વિનોદભાઈ સ/ઓ સત્યપ્રકાશ જાતે-સકસેના તથા મારા પતિ જ્યાં નોકરી કરે છે તે શેઠ નામે વિવેકભાઇ સા/ઓ રામનગીન જાતે-યાદવ એ રીતેનાઓ સાથે હુ અત્રે ફરીયાદ કરવા આવેલ છુ.

મારી દીકરી પાયલને કોઈ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી બદ ઇરાદાથી મારા દીકરીનું અપહરણ કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે,

આ અંગે પોલીસે અપહરણ અને અન્ય ગુન્હો નોંધી સીસીટીવી કેમેરા અને અન્ય પૂછકરી તપાસ હાથધરી છે.

Related posts

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

મહાઠગ કિરણ પટેલને પોલીસ આવતીકાલે ફરી તપાસ માટે લાવશે અમદાવાદ

Ahmedabad Samay

ફરીદાબાદ આતંકવાદી મોડ્‍યુલમાં સામેલ એક કટ્ટરપંથી મહિલા ડો. શાહીન શાહિદ છેલ્‍લા બે વર્ષથી વિસ્‍ફોટકો એકત્રિત કરી રહી હતી

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાઇ-પ્રોફાઇલ કેસને લઈ જ્યારે બળાત્કારના ગુનાના સ્થળનું પુનઃનિર્માણ કરતા આરોપી મોઈનુદ્દીને કસ્ટડીમાંથી ભાગી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કરતા એન્કાઉન્ટર કરતા પગે વાગી ગોળી

Ahmedabad Samay

આઇશા જેવો બીજો કિસ્સો બનતા બચી ગયો, કોર્પોરેશનમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર એ દહેજ માંગણીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

Ahmedabad Samay

એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો