તળાજા તાલુકાના કોદીયા ગામના પાંચ યુવાનોને ગોઠ માંગવી ભારે પડી હુમલો કરી અને લૂંટ કરી હોવાના આરોપ સાથે પાંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ
બનાવવાનું પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામના વિનોદભાઈ ઉર્ફે વિજયભાઈ રાજુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 33 તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતે પોતાના ગામથી બાઈક લઈને કોટડા માતાજીના દર્શને જઈ રહ્યા હતા તે સમયે કોદીયા ગામમાં અજાણ્યા પાંચ વ્યક્તિઓ ગોઠ માંગતા હતા જેવો એ ફરિયાદી પાસે ગોઠ માંગેલ પરંતુ ફરિયાદી પાસે છુટા ન હોવાના કારણે તેઓએ જણાવેલ કે મારી પાસે છુટા નથી આ સમયે અજાણ્યા લોકોએ પાછળના ખિસ્સામાં રહેલ રોકડ રકમ રૂપિયા 5,000 બળજબરીથી લઈ લીધેલ અને જ્ઞાતિ વિશે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને માર મારેલ હોવાના આરોપ સાથે કોદીયા ગામના પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં એટ્રોસિટી સહિતની જુદી-જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી
અત્રે ઉલ્લેખનીય છેકે ગોઠ માંગવી અને એકબીજાની મરજી વિરુદ્ધ ધુળેટી રમવી તે બાબતે ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને લોકોને ચેતવણી આપવામાં આવી હતી