November 14, 2025
ટેકનોલોજી

બદલાવા જઈ રહ્યો છે ગૂગલ સર્ચનો અંદાજ, AIની મદદથી મોટા આર્ટિકલને નાના કરી શકાશે

Google સર્ચ રિઝલ્ટનો અનુભવ સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યો છે. ગૂગલ આ માટે નવા ફીચર્સની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, હવે ગૂગલમાં એક નવું ફીચર આવી રહ્યું છે, જેના પછી ગૂગલ સર્ચ રિઝલ્ટમાં કન્ટેન્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા ફિલ્ટર થયા પછી દેખાશે. ગૂગલના આ નવા ફીચરનું નામ છે સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ (SGE), જેની પહેલી ઝલક ગૂગલે આ વર્ષની શરૂઆતમાં દેખાડી હતી.

SGE ટૂલની મદદથી, સમાચાર અથવા કન્ટેન્ટ વેબસાઇટ લાંબા આર્ટિકલને નાના કરી શકશે અને Google સર્ચ રિઝલ્ટમાં પોતાના આર્ટિકલને બતાવી શકશે. આ સુવિધા ખાસ કરીને લાંબા કન્ટેન્ટમાં લોકોને એંગેજ કરવા એમાટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ગૂગલે આ ફીચર વિશે કહ્યું છે કે આ ફીચર સર્ચ રિઝલ્ટમાં કોઈ મોટા આર્ટિકલના મહત્ત્વના મુદ્દાઓને હાઇલાઇટ કરીને બતાવશે. નવા ફીચરને ગૂગલ સર્ચના “એક્સપ્લોર ઓન ધ પેજ” પરથી એક્સેસ કરી શકાશે.

માઈક્રોસોફ્ટ બિંગમાં ઓપન એઆઈના ચેટટૂલ ચેટજીપીટીના આવ્યા બાદથી જ ગૂગલ તેના સર્ચ એક્સપિરિયન્સને સુધારવા પર કામ કરી રહ્યું છે. નવા ફીચર વિશે, ગૂગલ કહે છે કે આ ટૂલ ફક્ત તે કન્ટેન્ટને જ ટૂંકા કરશે જે ફ્રી છે. ગૂગલનું ફીચર હાલમાં ટ્રાયલ મોડમાં છે. તે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ રીતે રિલીઝ કરી દેવામાં આવશે.

Related posts

ટ્વિટરની ચકલી ઉડી ગઈ, એલન મસ્કએ કંપનીને આપ્યું નવું નામ, જાણો શું છે આ સમગ્ર મામલો

Ahmedabad Samay

વોટ્સએપ લાવી રહ્યું છે નવા ત્રણ ફીચર્સ

Ahmedabad Samay

હોળીની મજામાં તમારો મોંઘો સ્માર્ટફોન બગડી ન જાય, જાણો તેને સુરક્ષિત રાખવાની કેટલાક આસાન સ્ટેપ્સ

Ahmedabad Samay

Jioનો હિટ પ્લાન! માત્ર 142 રૂપિયા પ્રતિ માસમાં 11 મહિના માટે ડેટા-કોલિંગ રહેશે ફ્રી

admin

OLAની ફરી ધમાલ! એક મહિનામાં 35,000થી વધુ સ્કૂટર વેચીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો

Ahmedabad Samay

દેશી કંપનીનો બ્લાસ્ટ! રાઉન્ડ ડાયલ, AMOLED ડિસ્પ્લે અને શાનદાર ફીચર્સ સાથેની સ્માર્ટવોચ લોન્ચ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો