PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત
૧૦ ઉપગ્રહ સાથે PSLV-C49 ૦૩ વાગ્યે લોન્ચ થયું. શનિવારે પહેલાં લોન્ચ પેડથી રોકેટ લોન્ચ માટે ૨૬ કલાકની ઊંધી ગણતરી શુક્રવાર બપોરે શરૂ કરાઈ હતી. આ રોકેટ ૯ સેટેલાઈટની સાથે બપોરે ૩.૦૨ મિનિટે સફળતાપૂર્વક લોન્ચ કરાયું.
શ્રીહરિકોટા રોકેટ પોર્ટથી આજે બપોરે ૩ વાગે ૧૦ ઉપગ્રહના રોકેટને પ્રક્ષેપિત સફળતાપૂર્વક કરાયું. સાંજે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ PSLV-C49ના ઉડાનની સાથે બધું બરોબર રહ્યું તો ભારતીય અંતરિક્ષ એજન્સી અત્યાર સુધીમાં કુલ ૩૨૮ વિદેશી ઉપગ્રહને સશુલ્ક અંતરિક્ષમાં સ્થાપિત કરી લેશે.
૯ સેટેલાઈટ સાથે ઈસરો આ વર્ષે આ પહેલું સેટેલાઈટ આજે લોન્ચ કર્યું. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવાની જવાબદારી લેધી હતી. આ ક્રમમાં ઈસરોના સેટેલાઈટ ઈઓએસને PSLV-C49 રોકેટથી લોન્ચ કરાયું.
૨૦૨૦માં ઈસરોનું પહેલું અંતરિક્ષ મિશન
પ્રક્ષેપિત કરાયેલા ૯ વિદેશી ઉપગ્રહમાં લિથુઆનિ, લ્કસમર્ગ અને યૂએસ શામેલ છે. આ પ્રસ્તાવિત પ્રક્ષેપણ આ વર્ષે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના માટેનું પહેલું અંતરિક્ષ મિશન છે.