August 7, 2026
મનોરંજન

 ‘ડંકી’ ફિલ્‍મનું પહેલું ગીત ‘લુટ પુટ ગયા’ રિલીઝ થયું

‘ડંકી’ ફિલ્‍મનું પહેલું ગીત ‘લુટ પુટ ગયા’ રિલીઝ થયું છે. ફિલ્‍મનું પહેલું ગીત શાહરૂખ (હાર્ડી) અને તાપસી પન્નુ (મનુ) પર ફિલ્‍માવવામાં આવ્‍યું છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ફિલ્‍મ શ્નડંકીશ્નનું પહેલું ગીત શ્નલુટ પુટ ગયાશ્ન હૃદય સ્‍પર્શી છે.

ફિલ્‍મ ‘ડંકી’નું આ પહેલું ગીત ‘ડંકી ડ્રોપ ૨’માં શેર કરવામાં આવ્‍યું છે. ફિલ્‍મના સંગીતની શાનદાર સફરની શરૂઆત ‘ડંકી ડ્રોપ ૨’ના ‘લૂટ પુટ ગયા’થી થઈ છે. આ ગીત હાર્ડિના મનુના પ્રેમમાં પડવાનો પ્રકરણ ખોલે છે. કારણ કે મનુ આખી દુનિયાની વિરુદ્ધ જઈને તેની સાથે ઊભો રહે છે. આ કારણે મનુ પ્રત્‍યેની તેની લાગણી પ્રેમમાં બદલાઈ જાય છે. ગીતમાં શાહરૂખ ખાન અને તાપસી પન્નુ વચ્‍ચેની કેમેસ્‍ટ્રી જોવા મળી રહી છે.

સિંગર અરિજીત સિંહે ફિલ્‍મના ગીતોને પોતાનો હૃદયસ્‍પર્શી અવાજ આપ્‍યો છે. તેનું સંગીત પ્રિતમે આપ્‍યું છે. ‘લુટ પુટ ગયા’ સ્‍વાનંદ કિરકિરે અને આઈપી સિંહે લખ્‍યું છે. આ ગીતને પ્રખ્‍યાત ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે. ફિલ્‍મનું આ પહેલું ગીત દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. શાહરૂખની ‘ડંકી’નું આ ગીત ટી-સીરીઝ દ્વારા રિલીઝ કરવામાં આવ્‍યું છે.

‘ડંકી’નું નિર્દેશન રાજકુમાર હિરાની કરી રહ્યા છે અને ફિલ્‍મ હિરાની, અભિજાત જોશી અને કનિકા ધિલ્લોને લખી છે. આ કલાકારોમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, ધર્મેન્‍દ્ર અને વિકી કૌશલ કેમિયો રોલમાં છે. આ ફિલ્‍મ હિરાની, ગૌરી ખાન અને જયોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે અને આ વર્ષે ૨૧ ડિસેમ્‍બરે ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Related posts

Actor Paintal: ક્યારેક પોતાની જાતને નકામી માનતા, પછી આ બે શબ્દોએ પ્રખ્યાત હાસ્ય કલાકાર-અભિનેતાનું જીવન બદલી નાખ્યું!

Ahmedabad Samay

Amitabh Bachchan: આજે એક ફિલ્મ માટે લે છે કરોડો રૂપિયા, જાણો પહેલી ફિલ્મમાં બિગ બીની કેટલી ફી હતી

Ahmedabad Samay

આ સપ્તાહ થઇ છે આ વેબ સિરિઝો લોન્ચ, જોઈને આવી જશે તમને મજા.

Ahmedabad Samay

કપિલ શર્મા શૉ માં જોર જોરથી હસવા માટે અર્ચના પુરણ સિંહ ને મળે છે ૧૦ લાખ

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતા ભર્યો વીડિયો,લોકડાઉનમાં માણસ થી પશુ સુધી કોઈ ભૂખ્યું નહિ.

Ahmedabad Samay

Bollywood Stories: ડેબ્યુ ફિલ્મ પહેલા જ શાહરૂખ ખાનનો ઋષિ કપૂર સાથે ઝઘડો થયો હતો! ગીત માટે એવી રીતે લડ્યા કે…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો