સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર 2’ શરૂઆતના દિવસે જ ધમાકેદાર છે. ‘પઠાણ’ અને ‘ધ કેરાલા સ્ટોરી’ પછી તે વર્ષ 2023ની ત્રીજી બમ્પર હિટ ફિલ્મ બની શકે છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ 6 દિવસ બાકી છે અને શુક્રવાર સુધીમાં તેની 1 લાખ ટિકિટો વેચાઈ જવાની છે.
‘ગદર 2’નો રનટાઇમ 170 મિનિટનો છે અને તે દેશભરમાં 2300 થી વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું બજેટ 90 કરોડ રૂપિયા છે, જ્યારે તેના પ્રમોશન પર લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એટલે કે ફિલ્મનું કુલ બજેટ 100 કરોડ રૂપિયા છે. દરેક વ્યક્તિ 11 ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ‘ગદર 2’ અને ‘OMG 2’ સિનેમાઘરોમાં ટકરાશે.
‘ગદર 2’ની રિલીઝને હવે માત્ર 6 દિવસ બાકી છે. સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્માની ‘ગદર 2’ 11 ઓગસ્ટે થિયેટરોમાં અક્ષય કુમારની ‘ઓહ માય ગોડ 2’ સાથે ટકરાશે. બંને ફિલ્મો માટે એડવાન્સ બુકિંગ વિન્ડો ખુલી ગઈ છે અને અનિલ શર્માના નિર્દેશનમાં બનેલી ‘ગદર 2’ના ચાહકોમાં ઉત્સાહ છે. આ ફિલ્મ ધમાકેદાર ઓપનિંગ મેળવવા જઈ રહી છે.
સિનેમાઘરોમાં ‘ગદર 2’ ની રિલીઝ 22 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન થઈ શકે છે. વર્ષ 2001માં ‘ગદરઃ એક પ્રેમ કથા’ 15મી ઓગસ્ટે રિલીઝ થઈ હતી. ત્યારબાદ આ ફિલ્મની ટક્કર આમિર ખાનની ‘લગાન’ સાથે થઈ હતી. રસપ્રદ વાત એ છે કે ‘ગદર’એ આ રેસ પણ જીતી હતી અને 22 વર્ષ પછી ફરી એકવાર તેની સિક્વલ ‘ગદર 2’ આવી રહી છે.
મીડીયા રીપોર્ટ અનુસાર 04 ઓગસ્ટ સુધી ‘ગદર 2’ માટે 90,885 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. આ સંખ્યા 1 લાખને પાર કરી જશે. આ આંકડાઓ ફિલ્મના 2D અને 3D વર્ઝનના છે. રિપોર્ટ અનુસાર, ‘ગદર 2’ એ શુક્રવાર, રાત્રે 10 વાગ્યા સુધી એડવાન્સ બુકિંગથી 2.42 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દેશની ટોપ-3 મલ્ટિપ્લેક્સ ચેનથી લઈને સિંગલ સ્ક્રીન થિયેટરો સુધી, ‘ગદર 2’ માટે પ્રેક્ષકોનો ક્રેઝ દેખાય છે.
એ પણ નોંધનીય છે કે ફિલ્મ રિલીઝ થવામાં હજુ 6 દિવસ બાકી છે. એટલે કે એડવાન્સ બુકિંગ વિન્ડો છ દિવસ સુધી ખુલ્લી રહેશે. આવી સ્થિતિમાં, જો આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ શરૂઆતના દિવસ માટે 10 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ કરે તો નવાઈ નહીં. જ્યાં સુધી ‘OMG 2’ની વાત છે, શુક્રવાર રાત સુધી ફિલ્મ માટે લગભગ 12000 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે.