સૈફ અલી ખાન અને ડિમ્પલ કાપડિયાની વૈબ સીરિઝ તાંડવા વિવાદમાં યુપી પોલીસ મુંબઇ રવાના થઇ છે. લખનઉના હઝરતગંદ પોલીસ મથકના ચાર પોલીસ કર્મી સીરિઝના કલાકારો, નિર્માતા અને ડિરેકટરની પુછપરછ માટે રવાના થયા છે.
તાંડવ વેબ સીરિઝમાં હિન્દુઓની લીગણીઓ દુભાવવાનો આરોપ છે. જેના પગલે લખનઉના હઝરતગંજ પોલીસ મથકના PI વતી સીરિઝની ટીમ સામે કલમ 153A, 295,505(1)(b),505(2),469,66, 66f અને 76 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.
આ ટીમમાં અમેઝોન પ્રાઇમની ઇન્ડિયા હેડ અપર્ણા પુરોહિત, તાંડવના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર, નિર્માતા હિમાંશૂ કૃષ્ણ મેહર અને રાઇટર ગૌરવ સોલંકી સામેલ છે.
વડાપ્રધાનના અશોભનીય ચિત્રણનો પણ આરોપ
ફરિયાદમાં હિન્દુઓની લાગણીઓ ભડકાવવા અને દેશના વડાપ્રધાનનું અશોભનીય ચિત્રણ કરવાનો આરોપ મૂકાયો છે. એફઆઇઆરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વેબ સીરિઝનું ઇન્ટરનેટ પર વ્યાપક પ્રમાણમાં પ્રચાર પણ કરવામાં આવી રહ્યું છે. નાથી સમાજની લાગણીઓ હણાઇ રહી છે. જેના કારણે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
યુપી CMના સલાહકારની પણ તાંડવ વિરુદ્ધ ટ્વીટ
આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર મણિ ત્રિપાઠીએ ટ્વીટ કરી કે, “લોકલાગણીઓ સાથે રમત સાંખી નહીં લેવાય. વેબ સીરિઝની આડમાં ઘટિયા વેબ સીરિઝ તાંડવની સમગ્ર ટીમ સામે યોગીજીના ઉત્તર પ્રદેશમાં ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ટુંકમાં ધરપકડો કરાશે.”