September 27, 2026
અપરાધગુજરાત

ઓઢવ પોલીસ દ્વારા રીક્ષામાં ચોરી કરતી ટોળકીની ધરપકડ કરી

ઘણા સમયથી ઓઢવ વિસ્તારમાં રિક્ષામાં ચોરીના બનાવવામાં વધારો જોવા મળતા ઓઢવ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે, ચોરી કરતી ટોળકીને પોલીસ પકડવામાં સફળ રહી હતી.

આ અંગે પોલીસ વિભાગ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા તરફથી એક ઓટો રિક્ષામાં ત્રણ ઈસમો કે જેમણે અગાઉ ઓટો રીક્ષામા પેસેન્જરોને બેસાડી નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરીને કેટલોક સોનાનો મુદ્દામાલ પોતાની પાસે રાખી અત્રે શિતલછાયા ચાર રસ્તા ખાતેથી પસાર થવાના છે” જે હકીકત આધારે ઓઢવ શિતલછાયા ચાર રસ્તા ખાતે હાજર રહી થોડીવારે પીળા કલરના હુડ વાળી ઓટો રિક્ષા રાજેન્દ્ર પાર્ક વેરા તરફથી આવતી જણાતા સદરી ઓટો રિક્ષા નજીકમાં આવવા દઈ કોર્ડન કરી રોકી સાઈડમા કરાવી ત્રણેય ઈસમોને રિક્ષામાંથી નિચે ઉતારી ત્રણેય ઈસમોની અંગઝડતી તપાસ કરતા મોહંમદ ઈલ્યાસ સ/ઓ યાકુબભાઈ શેખ નાઓના પેન્ટના ખિચ્ચામાંથી એક પીળા કલરની ધાતુ જેવી સોનાની રણી મળી આવેલ જે સોનાની રણી બાબતે પુછપરછ કરતા સદરી ઇસમે જણાવેલ કે, ગઈ તા. ૨૭/૦૩/૨૦૨૪ ના ઓઢવ સોનીની ચાલી બ્રિજ નિચેથી ઓઢવ છોટાલાલની બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ સુધીમાં રિક્ષા ચાલક તથા તેમના મળતીયા બીજા બે ઈસમોએ પેસેન્જરની નજર ચુકવી થેલામાંથી સોનાની આશરે એક તોલાની ચેઈન તથા સોનાની અડધા તોલાની બુટ્ટી જેની કિં.રૂ.૪૫,૦૦૦/- ના મત્તાના મુદ્દામાલની ચોરી કરેલાની કબુલાત કરતા હતી.

જે હકીકત આધારે ત્રણેય આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી ઓઢવ પોલીસ સ્ટેશનમા રજીસ્ટર થયેલ ગુ.ર.નં.પાર્ટ એ/૧૧૧૯૧૦૩૭૨૪૦૩૧૩/૨૦૨૪ ઈ.પી.કો.કલમ : ૩૭૯,૧૧૪ મુજબનો ગંભીર પ્રકારનો મિલકત સબંધી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ

Related posts

આસ્થા ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે પછાત બાળકો માટે સ્કૂલ કીટ અને 330 જેટલા ગાદલાઓ નો વિતરણ કરાયું

Ahmedabad Samay

પાન મસાલા સ્ટોક કરીલો, કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કરાયો

Ahmedabad Samay

GLS કોલેજના પ્રોફેસરે માતાની હત્યા કરીને પોતે પણ આપઘાત કર્યું

Ahmedabad Samay

બળજબરી પૂર્વક પૈસા પડાવવાનો કેસમાં નિકોલ પોલીસે બે TRB જવાનની ધરપકડ કરી

Ahmedabad Samay

વ્યાજ ખોરોથી કંટાળી યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા જાહેર સરકારી સંસ્થાઓ ની આસપાસ DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો