July 25, 2026
અપરાધ

હળવદમાં બે ઇસમોએ યુવતીની છેડતી કરી નિર્લજ્જ હુમલો કરતા ચકચાર મચી

હળવદમાં બે ઇસમોએ યુવતીની છેડતી કરી નિર્લજ્જ હુમલો કરતા ચકચાર મચી

મહિલાઓ આજે પણ સલામત ના હોવાનો જીવતો જાગતો પુરાવો

        હળવદ શહેરમાં રહેતી યુવતીને બે ઇસમોએ ઘરની બહાર હોય ત્યારે જાહેરમાં છેડતી કરી નિર્લજ્જ હુમલો કરી માર મારી ઈજા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદને આધારે પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનોનોંધી વધુ તપાસ ચલાવી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં રહેતી યુવતીએ આરોપી અસબાઝ મયુદીન ફકીર અને અકબર ઉર્ફે કાળો સરફરાજ માણેકીયા વિરુદ્ધ છેડતી કરી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૦૩ ના રોજ સાંજના સુમારે તે ઘરની બહાર શેરીમાં જતી હતી ત્યારે બપોરે શેરીમાં કોઈ હાજર ના હોય ત્યારે ભવાનીનગર ઢોરાંમાં રહેતા અસબાઝ મયુદીન ફકીર અને અકબર ઉર્ફે કાળો સરફરાજ માણેકીયા બંને બાઈક લઈને આવ્યા હતા અને બાઈક ઉભું રાખી એકલતાનો લાભ લઈને અસબાઝે હાથ પકડી લીધો હતો અને અકબરે છેડતી કરી આબરૂ લેવાની કોશિશ કરી હતી જેથી યુવતીએ દેકારો કરતા યુવતીનો ભાઈ આવી જતા બંને લોકો ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા અને બાઈકમાંથી ધોકો કાઢી અસબાઝે યુવતીના ભાઈને મારી ગાલના ભાગે અને પગના ભાગે ધોકા મારી ઈજા કરી તેમજ અકબરે યુવતીના ભાઈને પકડી રાખ્યો હતો અને યુવતીને પણ છાતીના ભાગે ઢીકા મારી ગાળો બોલતા હતા ત્યારે યુવતીના ભાભી અને અન્ય લોકો આવી જતા બંને ઈસમો બાઈક લઈને જતા રહ્યા હતા અને બનાવમાં ફરિયાદી યુવતી તેમજ તેના ભાઈને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

        આમ યુવતી ઘરની બહાર શેરીમાં એકલી જતી હોય ત્યારે એકલતાનો લાભ લઈને અસબાઝ મયુદીન ફકીર અને આકાર સરફરાજ માણેકીયા બંને બાઈકમાં આવી હાથ પકડી તેમજ છેડતી કરી આબરૂ લેવાની કોશિશ કરી હતી અને યુવતીનો ભાઈ આવી જતા ધોકા વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ છેડતી તેમજ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે  

 

Related posts

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

અવધેશ રાયની હત્યાના મામલે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી દોષિત, 3 દાયકા જૂનો છે કેસ

Ahmedabad Samay

પ્રાંતિજ ના વાધપુર મર્ડર કેસ મા બાકી ના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

Ahmedabad Samay

ફિલ્મ જગતમાં શોકનો માહોલ, મશહૂર ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay