September 22, 2026
ગુજરાત

U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે  ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો

અમદાવાદના આંગણે G20 અંતર્ગત યોજાવા જઈ રહેલી બે દિવસીય U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે  ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો.

કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ આમંત્રિતોનું પરંપરાગત નૃત્યો અને વાદ્યોના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના મેયર શ્રી કિરીટભાઇ પરમાર દ્વારા સૌ મહેમાનોને આવકારવામાં આવ્યાં હતા તથા હેરિટેજ વોક અને તેના મહત્વ અંગે ટૂંકમાં માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને જામા મસ્જિદ સુધીની હેરિટેજ વોક દરમિયાન ડેલીગેટ્સે 22 જેટલા ઐતિહાસિક વારસાની ધરોહર સમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક, કેલિકો ડોમ, લંબેશ્વરની પોળ, દોશીવાડાની પોળ, ઝવેરીવાડ, અષ્ટાપદજી દેરાસર, હરકુંવર શેઠની હવેલી, ફર્નાન્ડીસ પુલ, માણેક ચોક, રાણીનો હજીરો, જામા મસ્જિદ સહિતના સ્થળોની મુલાકાત લઈને દેશ-વિદેશથી પધારેલા મહેમાનોએ હેરિટેજ ઈન્ફ્રાસ્ટ્રકચર, ધર્મસ્થાનો, કોતરણી કામ, પોળ, ઓટલા, ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા હતા. અંગ્રેજી ભાષાના જાણકાર ગાઈડ્સ દ્વારા મહેમાનોને ત્રણ ટુકડીઓમાં સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત કરાવવામાં આવ્યાં હતાં.

Related posts

શહેરના બાપુનગર અને લો ગાર્ડન વિસ્‍તારમાં આજે  NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

Ahmedabad Samay

શહેરમાં માથાભારે શખ્શ છરી લઈને આતંક મચાવતો, લોકોને છરી મારીને લૂંટનો પ્રયાસ

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો