September 19, 2026
અપરાધ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટમાં: ગોંડલ ચોકડી બ્રીજનું લોકાર્પણ તથા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સહાયનું વિતરણ કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટમાં: ગોંડલ ચોકડી બ્રીજનું લોકાર્પણ તથા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સહાયનું વિતરણ કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે આવવાના છે. તેઓ ગોંડલ ચોકડી ખાતે બ્રીજનું લોકાર્પણ અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સહાયનું વિતરણ કરશે. આ સાથે પાટીદાર બિઝનેશ સમિટમાં હાજરી આપશે. મુખ્યમંત્રીની આજની રાજકોટની મુલાકાતના આયોજન અંગેની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. નિવાસી અધિક કલેક્ટર કે.બી. ઠક્કરે બેઠકના પ્રારંભે ઉપસ્થિત અધિકારીઓને આવકાર્યા હતા અને પુરી સજ્જતા સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી. પોલીસ હેડ ક્વાર્ટર, ગોંડલ ચોકડી તથા હોટેલ રીજન્સી લગુન ખાતે યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમ સંબંધિત સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાનુ પાણી, સેનિટેશન, સફાઈ, ઓડિયન્સ, ટ્રાફિક, વિક્ષેપવિહીન વીજળી વગેરેની યોગ્ય ગોઠવણ કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. કાર્યક્રમના સ્થળે એલ.ઈ.ડી. એનાઉન્સર, લાભાર્થીઓ વગેરેનું સુચારૂ આયોજન ગોઠવવા પર ઠક્કરે ભાર મૂક્યો હતો આ બેઠકમાં અધિક કલેક્ટર જે.એસ.ખાચર, પ્રાંત અધિકારીઓ કે. જી. ચૌધરી, સંદીપ વર્મા તથા વિવેક ટાંક, મામલતદાર જાનકી પટેલ તથા આઇ.જી.ઝાલા, તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ઈવાન-3 સોસાયટીના એક ભાડાના ફ્લેટમાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપ્યું

Ahmedabad Samay

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને NCB એ કોર્ટમાં રજૂ કર્યા

Ahmedabad Samay

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં વિદ્યાના મંદિરમાં રક્ષક જ બન્યો ભક્ષક,ખાખીએ એક ગુરુની કરી છેડતી

Ahmedabad Samay

એરપોર્ટ પોલીસે ગોગો અને રોલીંગ પેપરનો 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો