ભગવતી સ્કૂલના મે. ટ્રસ્ટી શ્રી નિરજસિંહ માનસિંહ તોમર દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ જોતા ૦૩ મે ૨૦૨૧ ના રોજ થી શાળામાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જે થી શાળામાં તમામ સ્ટાફ રજા ઉપર છે છતાં પણ શાળાના ક્લાર્ક દિનેશભાઇ અને અજીતભાઇ ગેરકાયદેસર રીતે શાળામાં પ્રવેશી એલ.સી, જી.આર, સેલેરી સ્લીપ, સર્વિસ બુક અને અન્ય જરૂરી દસ્તાવેજ ચોરી કરી ફરાર થઇ ગયા છે.
આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.