May 18, 2024
તાજા સમાચારદેશધર્મ

અયોધ્‍યામાં રામ મંદિરમાં અદ્‌ભૂત, અલૌકિક અને ભવ્‍ય દિવ્‍ય નજારો જોવા મળ્‍યો

સમગ્ર દેશમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્‍યારે અયોધ્‍યામાં રામ મંદિરમાં અદ્‌ભૂત, અલૌકિક અને ભવ્‍ય દિવ્‍ય નજારો જોવા મળ્‍યો હતો. બપોરે રામ ભગવાનની મૂર્તિના કપાળે સૂર્યના કિરણોથી અભિષેક કરવામાં આવ્‍યો હતો. પ્રકાશના કિરણ સાથે રામલલાનું ‘સૂર્ય તિલક’  કરવામાં આવતા ગર્ભગૃહ આખું રોશની ઝળહળી ઉઠ્‍યું હતું. આ પ્રસંગે રામ મંદિરમાં ૧૦ ભારતીય વૈજ્ઞાનિકોની ટીમ તૈનાત કરવામાં આવી હતી. બપોરે ૧૨ વાગ્‍યાથી લગભગ ૩ થી ૩.૫ મિનિટ સુધી અરીસા અને લેન્‍સનો ઉપયોગ કરીને રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્યપ્રકાશ સચોટ રીતે મૂકવામાં આવ્‍યો હતો. આ માટે વૈજ્ઞાનિકોની ટીમે અથાક મહેનત કરી છે. રામ નવમીના ખાસ અવસરે અયોધ્‍યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્‍યો હતો. આ અલૌકિક નજારો ભક્‍તિથી અભિભૂત હતો. સાથે જ ભગવાન શ્રી રામનું સૂર્ય તિલક કરવામાં આવ્‍યું હતું. સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્‍યું હતું.


રામનવમીના દિવસે રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. અયોધ્‍યામાં ભક્‍તોનું ઘોડાપૂર ઊમટ્‍યું હતું. બપોરે બરાબર ૧૨ વાગ્‍યે રામલલાનું સૂર્ય તિલક થયું. સૂર્ય તિલક બાદ ભગવાન શ્રી રામની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી. અયોધ્‍યામાં ભવ્‍ય રામ મંદિરના નિર્માણ બાદ લગભગ ૫૦૦ વર્ષ પછી રામનવમીનો તહેવાર પ્રથમવાર ઉજવવામાં આવી રહ્યો છે અને રામલલાને પંચદ્રવ્‍યથી સ્‍નાન કરાવ્‍યું હતું.

સૂર્ય અભિષેકની આ પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ હતી, સૂર્યપ્રકાશ મંદિરના ત્રીજા માળે લગાવેલા પહેલા અરીસા પર પડ્‍યો, જે અહીંથી પ્રતિબિંબિત થઈને પિત્તળની પાઇપમાં ગયો. પિત્તળની પાઇપમાં ફિક્‍સ કરેલા બીજા અરીસાને અથડાયા પછી સૂર્યપ્રકાશ ૯૦ ડિગ્રી પર ફરીથી પ્રતિબિંબિત થયો. પછી પિત્તળની પાઇપમાંથી પસાર થતું આ કિરણ ત્રણ અલગ-અલગ લેન્‍સમાંથી પસાર થયું અને લાંબા પાઇપના ગર્ભગૃહના છેડે અરીસા સાથે અથડાયું. ગર્ભગૃહમાં અરીસા સાથે અથડાયા પછી, કિરણોએ રામલલાના મગજ પર સીધું ૭૫ મીમીનું ગોળાકાર તિલક લગાવ્‍યું અને પાંચ મિનિટ સુધી તે સતત પ્રકાશિત રહ્યા.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી હાલમાં આસામના નલબારીમાં છે. તેમણે ત્‍યાં એક જનસભાને સંબોધી હતી. પરંતુ જાહેર સભાને સંબોધ્‍યા બાદ તેઓ ઓનલાઈન માધ્‍યમથી આ અદ્વુત પળના સાક્ષી બન્‍યા હતા. તેમણે દેશ અને દુનિયામાં ફેલાયેલા રામ ભક્‍તોને આ અદ્‌ભૂત ક્ષણના સાક્ષી બનવા આહ્વાન કર્યું હતું.

આ અવસર માટે રામલલા ખાસ તૈયાર કરવામાં આવ્‍યા હતા. તેના માટે એક ખાસ ડ્રેસ ડિઝાઈન કરવામાં આવ્‍યો હતો, જેનો રંગ પીળો હતો. આમાં ખાદી અને હેન્‍ડલૂમનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. આ વષાો તૈયાર કરવામાં વૈષ્‍ણો સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. તેમજ સોના અને ચાંદીના દોરાનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. રામલલાના કપડા બનાવનાર મનીષ ત્રિપાઠીનું કહેવું છે કે રામલલાના કપડા તૈયાર કરવામાં ૨૦ થી ૨૨ દિવસનો સમય લાગે છે. રામલલાના કપડામાં વેલ્‍વેટ કોટનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે અંદરથી નરમ રહે. રામલલાની મૂર્તિને દિવ્‍ય આભૂષણોથી શણગારવામાં આવી છે. આ દરમિયાન રામલલાના ખાસ કપડાં પણ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા છે.

રામ જન્‍મભૂમિ મંદિરના મુખ્‍ય પૂજારી આચાર્ય સત્‍યેન્‍દ્ર દાસે જણાવ્‍યું હતું કે રામલલાને ૫૬ પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવ્‍યો છે. આ પ્રસાદ પણ ભક્‍તોને આપવામાં આવશે

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટના: ‘કવચ’ ક્યાં હતું? હવે રેલ્વે મંત્રીના દાવા પર ઉઠ્યા સવાલો, રાજીનામાની માંગ

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માટે તૈયારી, સૂત્રો અનુસાર ૧૫ જૂન શુધી લોકડાઉન લંબાવાય તેવી આશંકા

Ahmedabad Samay

એએમસીની 400 શાળામાં પુરકા પુસ્તક ના પહોંચતા રાજ્યકક્ષાના મંત્રીએ ફટકારી નોટીસ

Ahmedabad Samay

આ દિવસે ઉજવાશે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિની સ્થાપનાથી લઈને પૂજા કરવાની રીત, શુભ મુહૂર્ત અને મહત્ત્વ

Ahmedabad Samay

૦૫ જૂલાઇ સોમવાર ના રોજ યોગિની એકાદશી,જાણો તેની મહિમા અને કેવીરીતે કરવું વ્રત શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો