June 24, 2026
ગુજરાત

દિવાળી સમયે આગામી ધનતેરસ થી લાભપાંચમ સુધીનાં સમયગાળા દરમિયાન કાંકરિયા કાર્નિવલ જેવું દિપ મહોત્સવનું આયોજન કરવામાં આવે એવી માંગણી સાથે સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે

અમદાવાદ શહેરમાં આવેલા કાંકરિયા તળાવ ખાતે નાતાલ સમયે જે રીતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે એજ રીતે હિન્દુઓનાં સૌથી મોટાં તહેવાર દિવાળી સમયે આગામી ધનતેરસ થી લાભપાંચમ (તારીખ – ૨૯/૧૦/૨૦૨૪ થી ૬/૧૧/૨૦૨૪) સુધીનાં સમયગાળા દરમિયાન દિપ મહોત્સવ નું આયોજન કરવામાં આવે એવી માંગણી સાથે સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવેલ છે

જે અન્વયે તારીખ – ૨૨/૯/૨૦૨૪ ને રવિવારે સવારે ૧૦ થી ૧ વચ્ચે સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે આનંદ આશ્રમ દેકાવાડાથી પરમ પૂજ્ય સંત અને ગૌભક્ત શ્રી કાલિદાસ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ બાબતે જરૂરી માર્ગદર્શન અને આશિર્વાદ આપ્યા હતા
આ બેઠકમાં હાઇકોર્ટેનાં જાણીતા એડવોકેટ શ્રી રોહિત પટેલ, રિક્ષા ડ્રાઇવર એકતા યુનિયન નાં પ્રમુખ શ્રી વિજય મકવાણા, પોલીસ સમન્વય સમિતિનીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રજનીશ પરમાર , દરિયાપુરનાં સામાજિક કાર્યકર શ્રી અતુલ ખમાર, શ્રેષ્ઠ ખાડિયા અભિયાનનાં મનીષ બ્રહ્મભટ્ટ તથા સંજય ખમાર, માલધારી સમાજનાં મેરાજ દેસાઈ, ધિરેન ભટ્ટ, એડવોકેટ શ્રી પંચોલી, દિપક પંડ્યા, હરગોવિંદ પટેલ, અભિષેક શર્મા, હરીશ જોષી, લાલજીભાઈ પ્રજાપતિ, યશ ચૌધરી તેમજ સુમન યાદવ અને સાધના ઠાકુર સહિત ત્રીસેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સર્વ સંમતિથી સમિતિની પંદર સભ્યોની કારોબારીની રચના કરવામાં આવી હતી તેમજ આ માંગણી બાબતે આગામી દિવસોમાં કોને કોને રજુઆતો કરવી અને કેવાં કેવાં કાર્યક્રમો આપવા એ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
આ બેઠકમાં નક્કી થયાં મુજબ સમિતિ દ્વારા (૧) તારીખ – ૨૪/૯/૨૯૨૪ ને મંગળવારે સાંજે પાંચ વાગ્યે AMC ની મુખ્ય કચેરી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી તેમજ કમિશનરશ્રીને રૂબરૂ મળીને લેખિત આવેદનપત્ર અને મૌખિક રજૂઆતો કરવામાં આવશે (૨) આ આવેદનપત્ર ની પાંચ હજાર નકલો છપાવી એમાં સહી ઝુંબેશ દ્વારા નાગરિકોની સહીઓ કરાવી આ પત્રો અમદાવાદ શહેરનાં તમાંમ ૧૯૨ કોર્પોરેટરશ્રી ઓને મોકલવામાં આવશે (૩) આ આવેદનપત્ર ને ઇમેઇલ દ્વારા દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મૂને મોકલવામાં આવશે (૪) આ બાબતે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી શ્રી રજનીભાઇ પટેલ, ગુજરાત ભાજપનાં પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી અને વિરોધ પક્ષનાં નેતા શહેઝાદ ખાન પઠાણ (કોંગ્રેસ) તેમજ રફિકભાઈ શેખ (AMIM)વિગેરે તમાંમનો સમય મેળવી દરેક મહાનુભાવોને રૂબરૂ મળીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવશે (૫) આગામી દિવસોમાં કાંકરિયા તળાવથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી સુધી પ્લે કાર્ડ અને બેનર સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવશે

બેઠકમાં ઉપસ્થિત સભ્યો દ્વારા એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો હિન્દુ સમાજની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આગામી દિવાળી સમયે દિપ મહોત્સવનાં આયોજન કરવા બાબતે વહેલામાં વહેલી તકે

Related posts

અમદાવાદમાં આજે અને કાલે બે દિવસ ધોધમાર વરસાદની આગાહી, રાજ્યભરમાં છે વરસાદી માહોલ

Ahmedabad Samay

UPSCસિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામોમાં ગુજરાતના યુવાનોએ ફરી એકવાર મેદાન માર્યું

Ahmedabad Samay

વિશ્વાસને તે યાદોમાંથી બહાર નીકળવું તે કાટમાળમાંથી બહાર નીકળવા કરતાં વધુ મુશ્કેલ, યાદો માંથી નીકળવા માટે મનોચિકિત્સકની મદદ લઈ રહ્યા છે,

Ahmedabad Samay

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

હનીટ્રેપના આરોપીને પોલીસેજ મદદ કરી, મહિલા પી.આઇ. ની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો