થોડાક સમય પહેલા અમદાવાદના કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટના પાસે વરસાદી અને ગટરના ગંદા પાણીના સમયસર યોગ્ય નિકલન થવાના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય સેવાય રહ્યો હતો જેના કારણે અમદાવાદ સમય દ્વારા લોકોની આ તકલીફને દૂર કરવા માટે અમદાવાદ સમય સમાચાર પત્રના રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું,
સમાચારપત્રમાં અહેવાલ આપ્યા બાદ કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા, ગેલેક્સી ઈંટરસિટી અને ગેલેક્સી હોમ્સ ના રહીશો ને ગટર ના પાડી ભરાતા પડતી તકલીફ ને દૂર કરવા AMC વડે તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવ્યુ હતું જેના કારણે ત્યાંના રહીશો દ્વારા અમદાવાદ સમય સમાચારપત્રનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.