September 20, 2026
Other

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

અમદાવાદમાં આવેલા છારાનગરમાં 3 માર્ચે મોડી રાત્રે મહિલાના ઘરમાં લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

છારાનગર વિસ્તારમાં મજૂરી કામ કરતા બે યુવકો દ્વારા ઉત્તર પ્રદેશના આગરાથી બે માણસો બોલાવીને લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ રેલવે ટ્રેકથી અલગ અલગ વાહનોમાં યુપી ખાતે નાસી ગયા હતા. સરદારનગર પોલીસ દ્વારા CCTV ફૂટેજીસના આધારે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી કે મહિલાનું મૃત્યુ થઈ ગયું છે કે નહીં તે તપાસ કરવા ફરીથી એક આરોપી ઘરમાં પાછો ગયો હતો અને મહિલા મરી ગઈ છે કે કેમ એની ખાતરી કર્યા બાદ જ ત્યાંથી નીકળ્યો હતો. બાકીના બે આરોપીઓની ધરપકડ કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

સોરઠમાં હવામાન પલટાયુ, જૂનાગઢમાં હળવા છાંટા પડ્યા, રવિવાર સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Ahmedabad Samay

મૌલિક શાહે હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં મોદી રાજ માં હાર્દિક વ્યંગચિત્ર આયુષ્માન ભારતનું વિમોચન કર્યું

Ahmedabad Samay

ભારત અને ઇંગ્લેન્ડ T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

Ahmedabad Samay

રૂપાલાનો રાજકોટની સભામાં અલગ અંદાજ જોવા મળ્યો

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણી માટે ભાજપ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરશે

Ahmedabad Samay

ચાંદખેડામાં શ્રી અલ્પેશજી ઠાકોર ફેન ક્લબનો દ્વિતીય ગણેશ મહોત્સવ: ત્રીજા દિવસે મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો