રાજધાની દિલ્હીમાં જે પાર્ટીએ સૌથી વધુ સમય શાસન કર્યું હતું, તેને કદાચ દિલ્હીના લોકો આજે સાવ ભૂલી જ ગયા છે. દિલ્હીમાં ૧૫ વર્ષ સુધી સતત શાસન કરનાર કોંગ્રેસ પાર્ટી આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫માં એક પણ બેઠક પોતાના નામેં નથી કરી શકી. આજના ચૂંટણી પરિણામની હરીફાઈ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીમિત રહી.
કોંગ્રેસ પાર્ટી સતત ત્રીજી ચૂંટણીમાં શૂન્ય પર આઉટ થઈ છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો એક પણ બેઠક પર આગળ નથી
જો કે કોંગ્રેસ માટે એક સારા સમાચાર પણ છે. કોંગ્રેસની વોટ ટકાવારીમાં વધારો થતો જોવા મળી રહયો છે. જેમાં કોંગ્રેસને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં લગભગ ૩ ટકા વધુ વોટ મળ્યા હોય તેમ લાગે છે.
વર્ષ ૨૦૨૦માં દિલ્હીમાં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાલત ખરાબ હતી. પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી. તેની વોટ ટકાવારી પણ માત્ર ૪.૨૬% હતી. ૨૦૧૫માં પણ કોંગ્રેસે તમામ ૭૦ બેઠક પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ બેઠક જીતી શકી ન હતી. ત્યારે પણ વોટ શેર પણ માત્ર ૯.૭% હતો.