દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે શાનદાર પ્રદર્શન સાથે વાપસી કરી છે, જ્યારે AAP ને હારનો સામનો કરવો પડ્યો છે અને તેની હારમાં કોંગ્રેસની ભૂમિકા સ્પષ્ટ દેખાઈ રહી છે.
આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનું ખાતું ખોલી શકતી નથી. મોટાભાગની બેઠકો પર, ઉમેદવારો કાં તો હારી ગયા છે અથવા ત્રીજા સ્થાને છે. પરંતુ કોંગ્રેસે કેટલીક બેઠકો પર AAP ને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આમાં પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી, મંત્રી સૌરભ ભારદ્વાજની ગ્રેટર કૈલાશ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જંગપુરા બેઠકનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ‘X’ પર કટાક્ષ કરતા લખ્યું, “આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી કોંગ્રેસની નથી. અમે એક રાજકીય પક્ષ છીએ, કોઈ NGO નથી.
