September 11, 2026
સિવિલ હોસ્પિટલ
ગુજરાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી વધુ એક મોત સારવાર હેઠળ રહેલી એક ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે, જેણે આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં ચિંતા જગાવી છે. આ કિશોરીને બચાવવા માટે ડોકટરો દ્વારા રેમડેસિવિર અને ટોસીલીઝુમેબ જેવા ઇન્જેક્શનો સહિતના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો. આ ઘટના સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની મહિલાઓની સંખ્યા ૪ થઈ ગઈ છે, જેમાં અગાઉ ૩ મહિલાઓના મોત થયા હતા.

 

આ વચ્ચે એક સારા સમાચાર પણ છે કે આજે ૨૭ જેટલા દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને, ખાસ કરીને જે દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે, તેઓને પોતાના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું ચાલુ રાખવા અપીલ કરવામાં આવી છે.

તંત્રએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો કોઈ દર્દીને ઘરે શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય, તો તેમણે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો હિતાવહ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી અને તાત્કાલિક તબીબી સલાહ લેવી અત્યંત આવશ્યક બની છે.

Related posts

ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી

Ahmedabad Samay

NMMS પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી

Ahmedabad Samay

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ કોરોનાના વધતા સંક્રમણના કારણે નહિ યોજાય

Ahmedabad Samay

અમદાવાદ: સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને ‘ઓપરેશન કાવેરી’ હેઠળ એરલિફ્ટ કરી મુંબઈ લવાયા, સ્પેશિયલ ફ્લાઇટથી અમદાવાદ લવાશે!

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુરૂવારે ૨૫મી જુલાઈના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો