March 27, 2026
અપરાધગુજરાત

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત સુરત શહેર નાઓના ધ્યાને આવેલ કે સુરત શહેરના અમુક વિસ્તારમાં ડુપ્લીકેટ ઘી નુ વેચાણ કરવામાં આવી રહેલ છે જેથી દિવાળીના તહેવારમાં સુરત શહેરના લોકો ડુપ્લીકેટ ઘીનુ સેવન કરે તે પહેલા જ પકડી પાડવા તેમજ વેચાણ થતુ અટકાવવા કડક હાથે ઝુબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સુચના અનુસાર નાયબ પોલીસ કમિશ્નરશ્રી રાજદીપસિંહ નકુમ એસ.ઓ.જી. સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
ઉપરોકત સુચના અંતર્ગત એસ.ઓ.જી.ના PI એ.એસ.સોનારા નાઓએ સુરત શહેરમાં વેચાણ થતા ડૂપ્લીકેટ ઘી વેચાતા ઇસમોને ઝડપી પાડવા સારુ એસ.ઓ.જી.ના માણસોની અલગ-અલગ ટીમ બનાવી આવેલ જે ટીમ દ્વારા આવી પ્રવૃતી કરતા ઈસમો અંગે માહિતી મેળવવા ટેકનીકલ સર્વેલંન્સ તથા હ્યુમનસોર્સીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા.
તે દરમ્યાન એસ.ઓ.જી.ના પો.સ.ઇ એમ.ડી.હડિયા સાહેબની ટીમના અ.હે.કો. જગશીભાઇ શાતીભાઇ તથા અ.પો.કો.દેવેંદ્રદાન ગંભીરદાન નાઓને મળેલ બાતમી આધારે અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલ અલગ અલગ ડુપ્લીકેટ ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓમાં રેઇડ કરી આરોપી (૧) જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરીયા ઉ.વ-૩૮ ધંધો- વેપાર રહે- બી/૩, ૨૦૩, સુર્યાંજલી રેસીડેન્સી, ક્રોસ રોડ, અમરોલી, સુરત શહેર મુળ રહે,ઘર નં.૨૫, ગોલ્ડનપાર્ક, સોસાયટી ભાગ નં.૦૩, ડીસા તા.ડીસા, જી.બનાસકાંઠા (૨) અંકીતભાઇ ટેકચંદભાઇ પંચીવાલા ઉ.વ.૩૬ રહે.જી/૦૨/૧૦૪ વાઇટ પેલેસ એપાર્ટમેંટ છાપરાભાઠા ગામ અમરોલી સુરત શહેર (૩) સુમીતકુમાર જયેશભાઇ મૈસુરીયા ઉ.વ.૩૫ ધંધો.વેપાર રહે.બી/૩૦૪ સન રેસીડેન્સી ચારભુજા આર્કેડની બાજુમાં ક્રોસરોડ કોસાડ અમરોલી સુરત શહેર. મુળવતન- ઘર નંબર-૦૨ રીસાલા બજાર શેરી ડીસા જી.બનાસકાંઠા (૪) દિનેશકુમાર તેજાજી ગેહલોત ઉ.વ-૩૨ ધંધો-વેપાર રહે- શેડ નં.૧/એ, બિલ્ડીંગ નં.સી, ઈવા એમ્બ્રો પાર્ક ભાગ-૨, કોસાડ ગામ અમરોલી સુરત શહેર મુળ રહે,અજાપુરા કાંટ રોડ, શંકર ભગવાનના મંદીરવાળુ ફળીયુ તા.ડીસા,જી.બનાસકાંઠા વાળાને ઝડપી પાડી તેમની પાસેથી કિંમત રૂપીયા ૧,૨૦,૫૬,૫૦૦/-ની મત્તાના ડુપ્લીકેટ ઘી તથા તેને બનાવવા માટે સામગ્રી સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
મજકુર આરોપીની પુછપરછ દરમ્યાન જણાઇ આવેલ કે સદરહુ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પોતાના આર્થીક ફાયદા સારૂ સ્લમ વિસ્તારમાં આવેલ કિરાણાની દુકાન પર તેમજ આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતા સસ્તા ભાવે ઘી નુ છુટક વેચાણ કરતા હોવાની હકિકત જણાઇ આવેલ છે.
મજકુર આરોપી વિરૂધ્ધમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

રેઇડ કરવામાં આવેલ જગ્યા-
(૧) બ્લોક નંબર ૮૪ શ્રી માધવ ડેરી પ્રોડક્ટ સરદારનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ કોસાડ અમરોલી સુરત શહેર ખાતે આવેલ ફેક્ટરી તથા દુકાન નં-૨૬ પ્રમુખ હાઇટ્સ ડીમાર્ટની પાછળ કોસાડ અમરોલી સુરત. ખાતે આવેલ તેનુ ગોડાઉન.

(૨) પ્લોટ નંબર -૨૮ ન્યુ આદીનાથ ડેરી પ્રોડક્ટ પ્રગતી ઇકોપાર્ક ઇસ્ટ ગણેશ ઇન્ડસ્ટ્રીયલ ભરથાણા સુરત ખાતે આવેલ ફેક્ટરી તથા દુકાન નં-૪,૫,૬ વેદાંત ટેક્સો કોસાડગામ અમરોલી સુરત ખાતે આવેલ ગોડાઉન.

(૩) શેડ નંબર-૦૧/એ(૨) બિલ્ડીંગ-સી ઇવા ઇમ્બ્રો પાર્ક-૦૨ કોસાડ ગામ અમરોલી સુરત ખાતે આવેલ ફેક્ટરી તથા બિલ્ડીંગ નંબર-એ પાછળના ભાગે ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આવેલ ગોડાઉન ઇવા એમ્બ્રો પાર્ક ભાગ-૦૨ કોસાડ અમરોલી સુરત ખાતે આવેલ ગોડાઉન

* વીડિયો જોવા અહીં ક્લિક કરો.

https://www.instagram.com/reel/DPYn3HJEeBI/?igsh=OWhtZmZzaDgweHEz

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ-

ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ “ઘી” ૯૯૧૯ કિ.ગ્રા જેની કિં.રૂ.૬૭,૦૦,૫૫૦/-ની મત્તાનુ

ડુપ્લીકેટ ઘી બનાવવા માટે ઉપયોગમા લેવામાં આવતા મશીન તથા રો મટેરીયલ મળી કુલ્લે કિ.રૂ.૫૩,૫૫,૯૫૦/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કુલ્લે કિ.રૂ.૧,૨૦,૫૬,૫૦૦/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Related posts

વિશેષ સાફલ્યગાથા – અમદાવાદ જિલ્લો ગો-ગ્રીન જેવી યોજના થકી પર્યાવરણને શુદ્ધ રાખવાનો સરકારનો નવતર અભિગમ

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

૪ વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને ૨ વર્ષની સજા સંભળાવી

Ahmedabad Samay

ધોળકામાં અજાણ્યા યુવકની બળેલી હાલતમાં લાશ મળી

Ahmedabad Samay

ધો.૧૦ પાસ યુવાનો માટે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માં એક સુવર્ણ તક, કોસ્ટ ગાર્ડમાં ૧૦ પાસ પર આવી ભરતી

Ahmedabad Samay

વડોદરા: વડોદરાને મળ્યા નવા મેયર, 6 મહિના માટે નિલેશ રાઠોડની સર્વાનુમતે થઈ પસંદગી, જાણો તેમના વિશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો