November 17, 2025
ગુજરાત

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” ‘ શક્‍તિ” છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે  આગળ વધ્‍યું હતું  ૫ મી ઓક્‍ટોબર સુધીમાં પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ  મધ્‍ય અરબી સમુદ્ર સુધી પહોંચે તેવી શકયતા છે.

ત્‍યારપછી તે ૬ઠ્ઠી ઓક્‍ટોબર ૨૦૨૫ની સવારથી ફરી પૂર્વ ઉતર પૂર્વ દિશા તરફનો ટર્ન લઈ સૌરાષ્‍ટ્ર તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડી જશે. સૌરાષ્‍ટ્ર કાંઠે આ વાવાઝોડું એક ડિપ્રશન કે વેલમાર્ક લો પ્રેશર સિસ્‍ટમ તરીકે ૭ ઓક્‍ટોબરની સાંજ થી ૮ ઓક્‍ટોબરની બપોર સુધીમાં પહોંચી શકે. હાલ આ વાવાઝોડું સૌરાષ્‍ટ્ર કાંઠે પહોંચતા પહેલા ઘણું નબળું પડી જવાની સંભાવના હોય,

ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની અફવાઓમાં આવવું નહીં. તા.૭-૮-૯ ઓક્‍ટોબર દરમ્‍યાન આ સિસ્‍ટમને અસરથી ગુજરાતમાં ઘણા સ્‍થળે હળવો મધ્‍યમ અને કેટલાક સ્‍થળે ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

માહિતી હાલનાં વેધર ચાર્ટના આધારે આપેલી છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે. તમારા વ્‍યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી અપડેટ ઉપર આધાર રાખવો.

Related posts

અમદાવાદ – વરસાદમાં ઈમજન્સી સમયે ટ્રાફિક જવાનોને 1095 હેલ્પલાઈન પર મદદ માટે કરી શકો છો ફોન

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ત્રણ ઓવરબ્રિજ નું ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા ભક્તોની હાર્દિક પટેલે મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો