“છબીલા હનુમાન મંદિર સરસપુર” ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના સલાહકાર મંત્રી મુકેશ રાઠોડ જી દ્વારા “અખંડ રામાયણ પાઠ” નું ધાર્મિક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,
આ ધાર્મિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ સાથે અમદાવાદ શહેર અધ્યક્ષ દેવેન્દ્રસિંહ કુશવાહ , ઇન્ડિયા કોલોની વોર્ડ અધ્યક્ષ અરવિંદસિંહ , પ્રભારી દેશરાજ સિંહ , ઉપાધ્યક્ષ સંદીપ સિંહ ભદોરિયા, મંત્રી રિંકુ સિકરવાર દીપુ સિંહ તોમર , પ્રભાકર માને અને સમસ્ત પદાધિકારીઓ હાજર રહી રામાયણ નું શ્રવણ કર્યું હતું.
નમન કરતા સૌ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી “ભગવાન શ્રી રામ ના આશીર્વાદ કૃપા થી ભારત વર્ષ થી.કોરોના મહામારી દૂર થઈ લોકો જીવન ફરીથી સુખમય થાય”