September 21, 2026
ગુજરાત

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

રાજકોટ સયાજી હોટલ પાછળ ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ ભભુકતા સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહયો છે, અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં 24 મૃતદેહ મળ્યા છે, આ કરુણાંતિકાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટના જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને વિગતો મેળવી છે આ દુર્ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરી છે,

દરમિયાન રાજકોટ TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં માલિકની અટકાયત  કરી લેવાય હોવાનું જાણવા મળે છે મળતી વિગત મુજબ પોલીસે મલિક સહિતના શખ્શોની પણ અટકાયત કરી લીધી છે, યુવરાજસિંહ,,પ્રકાશ જૈન , રાહુલ રાઠોડ સહિતનાને પોલીસ સ્ટેશને લઇ જવાયા હોવાનું પણ જાણવા મળે છે આ દુર્ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી રહી છે. અહેવાલો પ્રમાણે, આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ગેમ ઝોનની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા તમામ મૃતકો ગોંડલના હોવાનું કહેવાય છે. આ દરમિયાન કુલ 24 મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી.

નાના મવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી હતી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.’

આ ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું.

આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’પર પોસ્ટ કરીને લખ્યું ‘રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે મહા નગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવાની પણ સૂચના અપાઈ છે.’

આ બનાવની જાણ થતાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જાનહાનિની આશંકા વ્યક્ત કરતાં તમામ લોકો સલામત બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અત્યારે પ્રાથમિક્તા આગ બૂઝાવવાની છે. આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીંં આવે.

Related posts

શહીદ-એ-આઝમ વીર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ ના શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને  ભગતસિંહ ને ભારત રત્ન આપવા માંગ કરવામાં આવી

Ahmedabad Samay

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

અમદાવાદ: લાંચ માગનાર AMC કર્મચારીની ધરપકડ, ગેરકાયદેસર પાણીની પાઇપલાઇન નાખવા માગી હતી લાંચ

Ahmedabad Samay

ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.

Ahmedabad Samay

દેશમાં કોરોના થી મૃત્યુ દરમાં અમદાવાદ સૌથી મોખરે, કોરોના થી અમદાવાદમાં સૌથી વધુ ડેથ,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો