August 8, 2026
ગુજરાત

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન કર્યું

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન વિધાનસભા અધ્‍યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્‍યમંત્રી કાંતિભાઈ અમળતિયાની પ્રેરક ઉપસ્‍થિતિ કરવામાં આવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ આ અવસરે વંદે માતરમ ગાનનો મહિમામંડિત કરતા હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વંદે માતરમ ગાનને વિકાસનો રાજમાર્ગ, સંકલ્‍પિત રાષ્‍ટ્ર જીવનનો મહામાર્ગ અને  આપણી આઝાદીનો ધબકાર ગણાવ્‍યો છે.

૧૮૭૫માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ ૭મી નવેમ્‍બરે પૂર્ણ થયા છે તેની રાષ્‍ટ્રવ્‍યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં થઈ રહી છે. ૧૪૦ કરોડ ભારતવાસીઓમાં આ ઉજવણીથી રાષ્‍ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે.

મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી વંદે માતરમ ગીતના શબ્‍દો ‘ત્‍વમ હી પ્રાણા શરીરે’ એટલે કે પ્રત્‍યેક શ્વાસે માં ભારતી માટે સમર્પિત રહિને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ વંદે માતરમને ભારતની આન, બાન અને શાન ગણાવી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વંદે માતરમ ગીતમાં માં ભારતીની જે કલ્‍પના કરવામાં આવી છે, તે સુજલામ-સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધાં છે. તેમણે ગુજરાતમાં શરૂ કરાવેલી પંચામળત શક્‍તિ, કન્‍યા કેળવણી, ગરીબ-વંચિતોનું કલ્‍યાણના પગલા કે સૌના વિકાસ અને સુખ-સમળદ્ધિની ભાવના પણ વંદે માતરમમાં જ રહેલી છે.

Related posts

અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં ૨૩ જેટલી પ્રસૂતા મહિલાઓ કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનામાં ગરમી રેકોર્ડ પર પહોંચી શકે છે

Ahmedabad Samay

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

૧૨૦૦૦ ફૂટ ઉપર આવેલ તુંગનાથ સર્વોચ્ચ શિવ મંદિર પર્વતની ટોચ પર ટેટૂ બનાવવાનો ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “રાજા શિવાજી” મરાઠી ફિલ્મ ના સામૂહિક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો