August 20, 2026
ગુજરાત

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો છે. સાંકડા રસ્તાને કારણે પાથરણાવાળા અને દુકાનદારોના ગ્રાહકોને કારણે ભીડ થશે અને તેમના બંને વચ્ચે ઘર્ષણ સર્જાશે તેવી અનેક સમસ્યાને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદના ઢાલગરવાડ કાપડ માર્કેટના વેપારીઓ કોર્પોરેશન પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા પાથરણાવાળાને દુકાનની બહાર જગ્યા ફાળવવાનું નક્કી કરાયું છે. કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં દુકાનની બહાર પટ્ટા પાડવાનું કહેવામાં આવ્યું છે. દુકાનથી ત્રણથી ચાર ફૂટ જગ્યા છોડીને પટ્ટા પાડવામાં આવશે અને ત્યાં પાથરણાવાળાને બેસાડવામાં આવશે.

દુકાનદારોનું કહેવું છે કે દુકાનની બહાર પાથરણાવાળાને બેસાડવું યોગ્ય નથી. સાંકડા રસ્તાને કારણે પાથરણાવાળા અને દુકાનદારોના ગ્રાહકોને કારણે ભીડ થશે અને તેમના બંને વચ્ચે ઘર્ષણ સર્જાય તેમ છે. દુકાનદારોનો માલ સામાનનો ટેમ્પો આવશે તો કઈ રીતે માલ ઉતારવાનો? તેવો પ્રશ્ન પણ દુકાનદારો કરી રહ્યા છે. દુકાનદારો આ અંગે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી ચૂક્યા છે, ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા બુલંદ માંગ ઉઠી છે.

Related posts

દૂધ – તેલ – ઘી – અનાજ – કઠોળ – શાકભાજી – મસાલા સહિતની બધી ચીજો મોંઘી થઇ

Ahmedabad Samay

૮ જુલાઈના રોજ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના,મેઘરાજા મન મૂકીને વરસશે.

Ahmedabad Samay

અમદાવાદનો વીર પુત્ર મેરઠમાં શહીદ

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

સ્ત્રી જે કામ કરે છે તે પુરુષ ક્યારેય કરી શકતો નથી: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો