અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી. પુરજોશમાં હોય તેવુ દેખાઇ રહ્યું છે. એન.સી.પી.ના નિકુલસિંહ તોમર, કાર્યકરો અને તેમના સમર્થકો આ વખત કમર કસીને મેહનત કરી હોવાનું દેખાઇ રહ્યું છે.
આજ રોજ નિકુલસિંહના સમર્થકો અને કાર્યકરતા વિક્રમસિંહ રાજપૂત, ગૌરવસિંહ સોલંકી અને રાકેશસિંહ રાજવત દ્વારા રેલીનો આયોજન કરી “નિકુલસિંહ જીંદા બાદ, તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ” ના નારા લગાવી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી હતી.
નિકુલસિંહ તોમર દ્વારા સત્તામાં રહ્યા વગર ભાર્ગવ અને કુબેરનગર વિસ્તારમાં નિસ્વાર્થ સેવા આપવામાં આવી છે, લોકડાઉન સમયે પરપ્રાંતિઓ ને તેમના વતન પરત મોકલવાથી લઇ અહીજ રોકાયેલા લોકોને બે સમયનો ભોજન પૂરું પડવાની પણ નિરંતર સેવા આપવામાં આવી હતી.
નિકુલસિંહ તોમરે નિસ્વાર્થ સેવાથી અહીંની જનતાનો દિલ તો જીત્યો જ છે અને આશીર્વાદ પણ મેળવ્યા છે, ભાર્ગવ વિસ્તારમાં પાણી સમસ્યા હોય કે અન્ય કોઇ, સમસ્યા નાની હોય કે મોટી જનતાનો પુરે પૂરો સાથ નિકુલસિંહ તોમરે આપ્યું છે કોઇ સમસ્યા હોય તો ભાર્ગવ અને કુબેરનગર ની જનતાએ સત્તા ધારીઓને છોડીને નિકુલસિંહ ને યાદ કર્યા છે. નિકુલસિંહ પ્રતેય આ વખત જનતામાં પ્રેમ અને વિશ્વાસ દેખાઇ રહ્યો છે, જેથી અનુમાન લગાવી શકાય છે કે ભાજપ અને કોંગ્રેસને નિકુલસિંહ તોમર કાંટાની ટક્કર આપી જીત મેળવશે