October 8, 2026
અપરાધ

12 નવેમ્બરના રોજ બપોરે ગુમ થયેલી માસૂમ બાળકીની લાશ તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી

ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા રાયપુર ગામમાં એક અત્યંત કરુણ અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગત બુધવાર, 12 નવેમ્બર, 2025ના રોજ બપોરે ગુમ થયેલી લગભગ 10 વર્ષની માસૂમ બાળકીની લાશ તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે.

રાયપુર ગામના રામાપીર વાળા વાસમાં રહેતા એક પરિવારની 9 વર્ષ અને 11 મહિનાની પુત્રી ગત તા. 12મી નવેમ્બરની સવારે આશરે દશેક વાગ્યાના સુમારે ગુમ થઈ ગઈ હતી. બાળકી ગુમ થતાં તેના પિતાએ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા સાથે ડભોડા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં પણ તેની જાણકારી આપી હતી. જોકે, આ શોધખોળ અંતે એક દુઃખદ ઘટનામાં પરિણમી છે.

ગુમ થયાના એક દિવસ બાદ, એટલે કે 13 નવેમ્બરની રાત્રે, પરિવાર જે મકાનમાં રહે છે તેની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક મોટો પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. પરિવાર અને પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતાં અંદરથી ગુમ થયેલી બાળકીની જ લાશ પેક કરેલી હાલતમાં મળી આવતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની ગંભીરતા જોતાં ગાંધીનગર એસપી (SP) અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરી હતી.

પોલીસ સૂત્રોના પ્રાથમિક અનુમાન મુજબ, બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. આ ઘટના બાળકીના ઘરની નજીક જ બની હોવાથી, પોલીસને શંકા છે કે બાળકીની હત્યા કોઈ નજીકના કે પરિચિત વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી છે. આશંકાના આધારે પોલીસે તાત્કાલિક આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. વળી બાળકી સાથે કોઈ અઘટિત કૃત્ય થયું છે કે કેમ, તે અંગેનો ચોક્કસ ખુલાસો પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા કરાવવામાં આવનારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ થઈ શકશે.

પોલીસની અલગ અલગ ટીમો અપહરણથી માંડીને હત્યા સુધીના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પીડિત બાળકીના પિતા જીઆઇડીસી (GIDC) માં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. આ પરિવારમાં સંતાનમાં એક દીકરો અને આ દીકરી હતી. આ કરુણ ઘટનાથી સમગ્ર ગામ અને પરિવાર શોકમાં ડૂબી ગયું છે. Gandhinagar પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં જ હત્યારાને પકડી પાડવામાં આવશે

Related posts

GLS કોલેજના પ્રોફેસરે માતાની હત્યા કરીને પોતે પણ આપઘાત કર્યું

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

મીલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓનો ઓઢવ પોલીસે ભેદ ઉકેલાયો, ઈસમ પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ જપ્ત કર્યો

Ahmedabad Samay

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો

Ahmedabad Samay

બાપુનગરમાં હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

Ahmedabad Samay

અમેરિકાઃ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમમાં કર્યો બેંકમાં ગોળીબાર, ગોળીબારમાં 5ના મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો