August 21, 2026
દુનિયા

મંગળવારે અલાસ્‍કાના ઉટકિયાગવિક શહેરમાં ૨૦૨૫નો છેલ્‍લો સૂર્યપ્રકાશની રોશની પુરી થઈ,હવે ૬૫ દિવસ બાદ દેખાશે સૂર્ય

મંગળવારે અલાસ્‍કાના ઉટકિયાગવિક શહેરમાં ૨૦૨૫નો છેલ્‍લો સૂર્યપ્રકાશની રોશની પુરી થઈ. આ શહેર હવે ધ્રુવીય રાત્રિમાં પ્રવેશી ગયું છે, એટલે કે સૂર્ય ૬૫ દિવસ સુધી ઉગશે જ નહીં. યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં સૌથી ઉત્તરીય શહેર હોવાથી, આ દર વર્ષે થાય છે. લોકો હવે જાન્‍યુઆરી ૨૦૨૬ સુધી સૂર્ય ઉગવાની રાહ જોશે.

પોલર નાઈટનો મતલબ થાય છે ધ્રુવીય રાત્રિ. જ્‍યારે સૂર્ય ક્ષિતિજ ઉપર ઉગતો નથી અને આખો દિવસ અંધારું રહે છે. ઉટકિયાગવિક (અગાઉ બારો તરીકે ઓળખાતું) આર્કટિક વર્તુળમાં સ્‍થિત છે, જ્‍યાં પૃથ્‍વીના ઝુકાવને કારણે ઘણા દિવસો સુધી સૂર્ય દેખાતો નથી. આ વર્ષે ૧૮  નવેમ્‍બરના રોજ બપોરે ૧.૩૬ વાગ્‍યે સૂર્યાસ્‍ત થયો હતો અને હવે ૨૨ જાન્‍યુઆરી, ૨૦૨૬ ના રોજ જ ઉગશે. આ સમયગાળો બરાબર ૬૪-૬૫ દિવસનો છે.

પૃથ્‍વી પોતાની ધરી પર ૨૩.૫ ડિગ્રી ઝુકેલી છે. શિયાળામાં, ઉત્તર ધ્રુવ સૂર્યથી દૂર હોય છે, તેથી સૂર્ય આર્કટિક પ્રદેશો સુધી પહોંચતો નથી. ઉનાળામાં બરાબર વિરુદ્ધ થાય છે – ધ્રુવીય દિવસ થાય છે, જ્‍યારે સૂર્ય ક્‍યારેય આથમતો નથી. ઉટકિયાગવિકમાં મે થી ઓગસ્‍ટ સુધી ૮૦-૮૫ દિવસ સતત સૂર્યપ્રકાશ રહે છે. હવામાન વિભાગના જણાવ્‍યા પ્રમાણે વર્ષના ડેલાઇટ સેવિગ ટાઇમના આ સમયને કારણે ડેલાઇટ સેવિગ ટાઇમ વધુ સ્‍પષ્ટ થયો છે.

Related posts

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

Ahmedabad Samay

ટ્રમ્‍પનો ટેરિફ ભારત માટે આંચકો નથી, અમેરિકાની દરેક બીમારીનો ઈલાજ ભારત પાસે

Ahmedabad Samay

યુક્રેનની રાજધાની કિવથી લઈને અન્ય શહેરો સુધી રશિયાનો એ કબ્જો જમાવ્યો

Ahmedabad Samay

ઇંગ્લેન્ડ મૃત વ્યક્તિ થયો જીવંત, હો

Ahmedabad Samay

PM મોદી રશિયાની મુલાકાત બાદ બુધવારે ઐતિહાસિક મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા

Ahmedabad Samay

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો