February 5, 2026
દુનિયા

યુક્રેનની રાજધાની કિવથી લઈને અન્ય શહેરો સુધી રશિયાનો એ કબ્જો જમાવ્યો

યુક્રેનની રાજધાની કિવથી લઈને અન્ય શહેરો સુધી રશિયાનો એ કબ્જો જમાવ્યો છે. કીવમાંઙ્ગભારે અફડાતફડી મચેલી છે.રશિયા કિવને કબજે કરવાના પ્રયાસો તેજ કર્યા છે. રશિયાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા યુક્રેનની સેનાએ એક પુલ ઉડાવી દીધો હતો. યુક્રેનિયન આર્મીનું માનવું છે કે આ પુલનો ઉપયોગ કરીને રશિયન આર્મી કિવ આવી શકે છે. રાજધાની કિવમાં હુમલાના બીજા દિવસે આજે સવારે ભીષણ યુદ્ઘ જોવા મળ્યું હતું. પ્રથમ દિવસે નુકસાન સહન કર્યા પછી, યુક્રેને આક્રમક રીતે એર ડિફેન્સ સિસ્ટમ ખોલી. યુક્રેન અનુસાર, તેણે સાત રશિયન વિમાનોને તોડી પાડ્યા હતા. આના પર રશિયાએ પણ જોરદાર જવાબ આપ્યો અને કિવ ખૂબ જ જોરદાર વિસ્ફોટથી હચમચી ગયું. યુક્રેનના ગૃહમંત્રી એન્ટોન ગેરેશચેન્કોના જણાવ્યા અનુસાર, રશિયન સેના ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કરી રહી છે.

આ સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અમેરિકા અને નાટો દેશો ઉપર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું કે રશિયા સામેની લડાઈમાં અમને એકલા મૂકી દીધા. જો કે આ બધા વચ્ચેઙ્ગરશિયા જેવા શકિતશાળી દેશને ટચુકડું યુક્રેન જબરદસ્ત ઙ્ગટક્કર આપી રહ્યું છે.
યુક્રેન ભલે નબળું દેખાઈ રહ્યું હોય પરંતુ તેણે હજુ પણ હાર માની નથી. કિવ તરફ રશિયાની સેના પહોંચે તે પહેલા એક નવી જાણકારી સામે આવી છે. કહેવાય છે કે મેલિટોપલ શહેર પર યુક્રેનની સેનાએ ફરીથી કબજો જમાવી દીધો છે.
કિવ પાસે યુક્રેનની સેનાએ એક પુલ ઉડાવી દીધો છે. આવું તેમણે એટલા માટે કર્યું કારણ કે જેથી કરીને રશિયાની સેનાને ઘૂસતી રોકી શકાય. જો કે રશિયાના કેટલાક સૈનિકો પહેલેથી જ કિવમાં ઘૂસી ચૂકયા છે. આ જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિએ પોતે આપી. યુક્રેન હવે રશિયા સામે આર યા પારની લડાઈમાં ઉતરી પડ્યું છે. ઓદેસા અને બ્લેક સી પાસે બંને દેશોની સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ઘ ચાલુ છે. ત્યાં રાજધાની કિવને બચાવવા માટે સેના તૈનાત છે.ઙ્ગ
વહેલી સવારે રશિયન હુમલા બાદ કિવ શહેરની બરબાદીનું ચિત્ર બહાર આવવા લાગ્યું. કિવના મેદાન સ્કવેરમાં બધું જ શાંત લાગતું હતું, ત્યારે જ સામે આગનો ગોળો દેખાય છે. એક ઇમારત પર રશિયન મિસાઇલ હુમલો થયો હતો. એક ક્ષણમાં, બિલ્ડિંગમાં આગ લાગી અને સાયરનના ભયાનક અવાજે કિવને હચમચાવી નાખ્યો
યુક્રેનનું દક્ષિણ શહેર ઓડેસા પણ રશિયન હુમલાનો શિકાર બન્યું હતું. સવારથી અહીં ચારથી પાંચ બ્લાસ્ટ થયા છે. યુદ્ઘના કારણે ઓડેસાની ફલાઇટ સેવા બંધ કરી દેવામાં આવી છે. યુક્રેનિયન સેના શહેરના મધ્યમાં ટેન્ક અને મોર્ટાર સાથે તૈનાત છે. રશિયાએ ગઈકાલે યુક્રેન પર ઓલઆઉટ હુમલો કર્યો હતો. થોડા જ કલાકોમાં રશિયન સેના કિવની નજીક પહોંચી ગઈ હતી.
ઝેલેન્સકીના મતે, રશિયા માત્ર સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું નથી, પરંતુ રહેણાંક વિસ્તારો પણ રશિયન હુમલાની નિશાની બની રહ્યા છે. રશિયન હુમલામાં ઝમિની અને ઓડેસા ટાપુ પરના તમામ સરહદ રક્ષકો માર્યા ગયા છે. રશિયાએ ઝામિની ટાપુઓ અને ઓડેસાની તમામ સરહદ પર કબજો કરી લીધો છે, જયારે યુક્રેનના રાજય સરહદ રક્ષકો પૂર્વીય શહેર સુમીમાં રશિયન દળો સામે લડી રહ્યા છે.
યુક્રેનના રક્ષા મંત્રીના જણાવ્યા અનુસાર ભીષણ યુદ્ઘમાં કેટલાક રશિયન સૈનિકોને કેદી બનાવવામાં આવ્યા છે. રશિયાના હુમલા વચ્ચે સતત બીજા દિવસે યુક્રેનની રાજધાની કિવ અને અન્ય શહેરોમાં હલચલ મચી ગઈ છે. મોટી સંખ્યામાં ભયભીત લોકો પડોશી દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. લોકો યુક્રેનને અડીને આવેલા પોલેન્ડ, હંગેરી, રોમાનિયામાં જઈ રહ્યા છે.

Related posts

ફેસબુકનું સર્વર થયું ડાઉન,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં થઇ ટેકનિકલ ખામી

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

ફીફા વર્લ્ડકપ 2022નો  પ્રારંભ થઈ ગયો,60 હજાર ફેન્સને વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક જોવા મળી

Ahmedabad Samay

ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું

Ahmedabad Samay

હિન્દી ચીની ભાઇ-ભાઇ, ટ્રમ્પ તેરીફ વોરમાં ચીનને થશે ફાયદો, ચાઇનીઝ વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTok ની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરી શરૂ થઈ શકે છે અનેક એપ્લિકેશન થશે અનબ્લોક

Ahmedabad Samay

ભારતની જીત છતાં સૂર્યકુમાર યાદવે ટ્રોફી ઉપાડ્યા વિના એશિયા કપ સમાપ્ત થયો,પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો