July 26, 2026
ધર્મ

નવા નરોડાના બ્રહ્માકુમારી કેન્દ્ર પરથી બી.કે સુલોચના દીદીના માર્ગદર્શન હેઠળ શાંતિ રેલી યોજવામાં આવી

આજ રોજ નવા નરોડાના બ્રહ્માકુમારી કેન્દ્ર પરથી શાંતિ રેલી યોજવામાં આવી, આજના અશાંતિસભર સમયમાં દરેક માનવ હૃદયની સૌથી ઊંડી ચાહના છેશાંતિ. કારણ કે શાંતિ માત્ર મૌનનું નામ નથી, પરંતુ એ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતુલન પ્રદાન કરતી અલ્લશ્‍ય શક્‍તિ છે. વિશ્વમાં વધતી તણાવભરી પરિસ્‍થિતિઓ વચ્‍ચે વ્‍યક્‍તિએ સ્‍વયં શાંતમૂર્ત બનીને શાંતિનાં કોમળ વાઇબ્રેશન્‍સ જગતમાં ફેલાવવાની સમયની જરૂરિયાત બની છે.આ જ ઉદ્દેશ્‍યને જીવંત કરવા માટે બ્રહ્માકુમારી સંસ્‍થા, ખાસ કરીને બ્રહ્માકુમારી ગુજરાત, પોતાના હીરક જયંતિ મહોત્‍સવના પાવન અવસર પર નવા નરોડના કેન્દ્ર થી સુલોચના દીદીના માર્ગ દર્શન હેઠળ આજ રોજ વિશાળ અને દિવ્‍ય આયોજન કરી છે રેલીનું કુબેરનગર વોર્ડના કાઉન્સિલર અને NCP ગુજરાત પ્રમુખ શ્રી નિકુલસિંહ તોમરે ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રારંભ કરાયું હતું. રેલી કેન્દ્ર થી, શિવાજી ચોક, બાપા સીતારામ ચોક, મેવાડા પાર્ટી પ્લોટ, યોગા સર્કલ થી પરત પંચગીની કેન્દ્ર ફરતે રેલી યોજવામાં આવી હતી,સમગ્ર રાજ્‍યમાં શાંતિનો સંદેશ પહોંચાડવા માટે આજ રોજ સવારે ૭ થી ૮ દરમિયાન, એક જ દિવસે અને એક જ સમયે, શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ યાત્રાની વિશેષતા એ છે કે તે માત્ર કોઈ એક શહેર સુધી મર્યાદિત નથી, પરંતુ આખા ગુજરાતમાં ફેલાયેલા બ્રહ્માકુમારીસના ૫૦૦ સેવા કેન્‍દ્રો અને ૫૦૦૦થી પણ વધુ પાઠશાળાઓ દ્વારા એકસાથે આ શાંતિ યાત્રા યોજાશે. હજારો લોકો આંતરિક શક્‍તિ, માનવીય એકતા અને સર્વજન હિતની ભાવના સાથે આ અભિયાનમાં જોડાશે.

આ સમગ્ર કાર્યક્રમ અંગે બી.કે.સુલોચના દીદીએ જણાવ્‍યું, ‘‘આજના સમયમાં શાંતિ એ દરેક મનુષ્‍યની સૌથી મોટી આવશ્‍યકતા છે. વ્‍યક્‍તિ શાંત બને ત્‍યારે પરિવારમાં સંતુલન આવે છે અને તે જ બદલાવ પછી સમાજ અને વિશ્વ સુધી પહોંચે છે. ૨૩મી નવેમ્‍બરની શાંતિ યાત્રા એ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ દરેક વ્‍યક્‍તિના અંતરમાંથી ઉઠેલો શાંતિનો સંકલ્‍પ છે. અમે ઈચ્‍છીએ છીએ કે ગુજરાતની ધરતી પરથી શાંતિનું શક્‍તિશાળી વાઇબ્રેશન સમગ્ર વિશ્વમાં પ્રસરે.”

બ્રહ્માકુમારી સંસ્‍થા વર્ષોથી શાંતિ, સ્‍વપરિવર્તન અને મૂલ્‍ય શિક્ષણ માટે સતત સેવાઓ આપી રહી છે. હીરક જયંતિ મહોત્‍સવના આ વિશેષ પ્રસંગે તે સેવાઓને ગુજરાત સ્‍તરે યાત્રા રૂપે વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે, સેન્ટરના કુમાર, કુમારી અને સેવાધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

૨૩મી નવેમ્‍બરનું આ અનોખું આયોજન સમસ્‍ત ગુજરાત માટે એક સંદેશ છે ‘‘જ્‍યારે મન શાંત, ત્‍યારે દુનિયા પણ શાંત.

Related posts

Today Horoscope: આ 4 રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે આજનો દિવસ, મંગળવાર, બજરંગ બલિની કૃપાથી બની રહી છે ધન-સંપત્તિ; તમારી જન્માક્ષર જાણો

Ahmedabad Samay

48 કલાક પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, તરત જ ચમકશે આ લોકોનું નસીબ, વરસાદ થશે પૈસા!

Ahmedabad Samay

ગુરુ ઉદય કરશે અને આ 4 રાશિઓનું ભાગ્ય ચમકાવશે, બસ હજુ 3 દિવસ રાહ જુઓ

Ahmedabad Samay

માસિક રાશિફળ: આ લોકોને માર્ચમાં પડકારોનો સામનો કરવો પડશે, આર્થિક નુકસાનનું જોખમ પણ છે

Ahmedabad Samay

ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્‍ટ્રેશન શરૂ

Ahmedabad Samay

આ કારણે પૂજામાં હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવેછે,જાણો સિંદૂર ચઢાવવાનું મહત્વ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો