September 20, 2026
દેશરમતગમત

BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્‍કવોડની જાહેરાત,હાર્દિક પંડ્‍યા અને શુભમન ગિલની એન્ટ્રી

BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્‍કવોડની જાહેરાત કરી છે. સ્‍કવોડમાં હાર્દિક પંડ્‍યા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્‍યા બે મહિનાથી પણ વધુ સમય બાદ ટીમમાં વાપસી કરશે.

ટી૨૦ સીરિઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો છે જ્‍યારે વનડેના કેપ્‍ટન શુભમન ગિલને વાઇસ કેપ્‍ટન તરીકેની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અક્ષર પટેલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હર્ષિત રાણા અને કુલદીપ યાદવ પણ રમતા જોવા મળશે.

ટી૨૦ સીરિઝ માટે ટીમ ઇન્‍ડિયાની સ્‍કવોડઃ સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, અભિષેક શર્મા , તિલક વર્મા, હાર્દિક પંડ્‍યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા , સંજૂ સેમસન , જસપ્રીત બુમરાહ , વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિગ્‍ટન સુંદર

આગામી ૯મી ડિસેમ્‍બરથી આ ટી૨૦ સીરિઝની શરુઆત થશે. જેમાં પહેલી મેચ કટક, બીજી ચંડીગઢ, ત્રીજી ધરમશાળા અને ચોથી લખનૌમાં રમાશે. સીરિઝની છેલ્‍લી મેચ ૧૯મી ડિસેમ્‍બરે અમદાવાદમાં રમાશે

Related posts

દેશનો GDP ગ્રોથમાં જબરદસ્ત ઉછાળો, વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) *૮.૨%*ના મજબૂત દરે વધ્યો

Ahmedabad Samay

JL50 રિવ્યુ

Ahmedabad Samay

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

Ahmedabad Samay

ચૂંટણીની જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી મિથુન ચક્રવર્તી  મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા રાજનીતિક ગરમાવો વધ્યો

Ahmedabad Samay

પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું, પાયલટ રાજસ્થાનના લાઠીથી પકડાયો

Ahmedabad Samay

પાકિસ્તાન: નવાઝ શરીફની દીકરી મરિયમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને આપી ખુલ્લેઆમ ધમકી!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો