November 3, 2026
અપરાધદેશ

PM નરેન્‍દ્ર મોદી સહિત સુરક્ષા દળો પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા સામે કાનૂની પગલા લેવાશે

જંતર-મંતર પર CJP પ્રોટેસ્‍ટ દરમિયાન હિસાના મામલામાં સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા અને દેશનો માહોલ ખરાબ કરનારા વિરુદ્ધ દિલ્‍હી પોલીસે એક્‍શન લેવાની શરૂઆત કરી દીધી છે.

ભ્રામક સમાચારો, નકલી વીડિયો અને પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સહિત સુરક્ષા દળો પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા સોશિયલ મીડિયા હેન્‍ડલ્‍સ પર દિલ્‍હી પોલીસની વિશેષ IFSO (Intelligence Fusion and Strategic Operations) યુનિટ કડક વલણ અપનાવી રહી છે. પોલીસે દુનિયાના ચાર સૌથી મોટા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ, ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ અને યુટ્‍યુબને ભારતીય ન્‍યાય સંહિતાની ધારાઓ અંતર્ગત નોટિસ ફટકારી છે.

દિલ્‍હી પોલીસ તરફથી આપવામાં આવેલી આ નોટિસમાં સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મને સ્‍પષ્ટ નિર્દેશ આપ્‍યા છે કે CJP પ્રોટેસ્‍ટ સાથે જોડાયેલી તમામ એવી પોસ્‍ટ, વીડિયો અને નકલી નેરેટિવને તરત હટાવવામાં આવે જે દેશના સૌહાર્દ બગાડવાની નિયતથી શેર કરવામાં આવ્‍યા હતા. તપાસમાં સામે આવ્‍યું છે કે હિસા દરમિયાન હજારોની સંખ્‍યામાં નકલી વીડિયો અને ખોટી જાણકારી શેર કરવામાં આવી, જેનાથી લોકોની વચ્‍ચે ભ્રમની સ્‍થિતિ પેદા થઈ.

નોટિસમાં દિલ્‍હી પોલીસે એ સોશિયલ મીડિયા હેન્‍ડલ્‍સની જાણકારી અને ડેટા માગ્‍યા છે, જેનો ઉપયોગ દેશના ટોપ નેતૃત્‍વ અને સુરક્ષા એજન્‍સીઓ વિરુદ્ધ અભદ્ર શબ્‍દાવલીનો પ્રયોગ કરવા માટે કર્યો. તેમાંથી કેટલાય તથાકથિત ડિજિટલ ન્‍યૂઝ પોર્ટલ્‍સ અને નામી સોશિયલ મીડિયા ઇન્‍ફલુએન્‍સર્સના હેન્‍ડલ્‍સ પણ સામેલ છે, જેના પર પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક કન્‍ટેન્‍ટ પોસ્‍ટ કરવામાં આવ્‍યું હતું. પોલીસ હવે આ હેન્‍ડલ્‍સને ચલાવનારા ચહેરાઓનો પર્દાફાશ કરવાની તૈયારીમાં છે.

સાઇબર ક્રાઇમના કેસો જોતી દિલ્‍હી પોલીસની સ્‍પેશિયલ IFSO યુનિટ હવે આ તમામ શંકાસ્‍પદ અકાઉન્‍ટ્‍સને શોર્ટલિસ્‍ટ કરી રહી છે, જેનાથી નફરત ફેલાવનારી સામગ્રીને પ્રમોટ કરવામાં આવી. પોલીસનું માનવું છે કે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મનો દુરુપયોગ એક જાણી જોઈને કરવામાં આવેલા કાવતરાં અંતર્ગત નકલી નેરેટિવ ફેલાવવાની કોશિશ હતી. પ્‍લેટફોર્મ્‍સ પાસે જવાબ અને ડેટા મળતા જ અભદ્ર ભાષા અને ભ્રામક જાણકારી ફેલાવનારા આરોપીઓને નોટિસ જાહેર કરી પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

Related posts

12 નવેમ્બરના રોજ બપોરે ગુમ થયેલી માસૂમ બાળકીની લાશ તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી

Ahmedabad Samay

હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં, હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રહ્યો,

Ahmedabad Samay

PM નરેન્‍દ્ર મોદીએ NDA સંસદીય પક્ષની વિશેષ બેઠક મંગલ મિલનૅમાં NEET પેપર લીક બાબતે સાંસદોને અત્‍યંત મહત્‍વપૂર્ણ અને લાગણીસભર સંદેશ આપ્‍યો

Ahmedabad Samay

“પરીક્ષા પે ચર્ચા”૧લી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પર કરશે ચર્ચા

Ahmedabad Samay

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુભાંશુના પિતા એસડી શુક્લા સાથે ફોન પર વાત કરી અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન આપ્યા.

Ahmedabad Samay

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન છેડતી અને બળાત્કારના અનેક બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક છેડતીની ફરિયાદ સામે આવી છે.જેમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી ધો.11 ની સગીરા પોતાની સ્કૂલે જતી હતી. ત્યારે સગીરાના મામાનો મિત્ર તેનો પીછો કરી હાથ પકડી છેડતી કરતો હોવાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા તેમના દ્વારા નરાધમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.આ મામલે ભોગ બનનાર તરૂણી ધો. 11માં અભ્યાસ કરે છે. હાલ રૈયા રોડ વિસ્તારમાં મામા સાથે રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપી નિકુંજ ભરત સોલંકી (ઉ.વ.24,રહે. શાસ્ત્રીનગર) તેના મામાનો મિત્ર હોવાથી અવારનવાર ઘરે આવતો હતો. જેથી તેની સાથે મિત્રતા થઇ હતી. ચારેક મહિના પહેલા તેણે કોલ કરી કહ્યું કે આપણે ખાલી ફ્રેન્ડ તરીકે વાત કરશું. જેથી તેની સાથે ફ્રેન્ડ તરીકે વાત કરવાનું શરૂ કર્યું હતું.ત્રણેક માસ પહેલા તેને કોલ કરી તેના ઘરની પાછળ મળવા બોલાવી હતી. તે વખતે આરોપી નિકુંજે તેની મરજી વિરૂધ્ધ તેના ફોટા મોબાઈલ ફોનમાં પાડી લીધા હતા. અને હાથ પકડીને ગેરવર્તન પણ કર્યું હતું. તેમ કરવાની ના પાડતા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. બાદ દોઢેક મહિના પહેલા તે સાયકલ લઇ સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં આરોપી નિકુંજે તેનો પીછો કરી અટકાવી કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી. બાદમાં તેનો હાથ પકડી લીધો હતા. આ પછી અવારનવાર તેનો પીછો કરવાનું અને છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે તેણે મામાને આ વાત કરતાં તેણે આરોપી નિકુંજના પિતા અને ભાઈને ઘરે બોલાવી વાત કરતાં બંનેએ હવે પછી આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી. પરંતુ અવવાર ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. ફરીથી આ બાબતે મામાને વાત કરતાં ફરીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું.આમ છતાં આરોપી નિકુંજે હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો