September 22, 2026
દુનિયા

મેક્‍સિકોમાં પ્‍લેન ક્રેશની દુર્ઘટના બની,ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરતી વખતે એક બિલ્‍ડિંગ સાથે ટકરાયુ ફ્લાઇટ, ૦૭ ના મોત

મેક્‍સિકોમાં પ્‍લેન ક્રેશની દુર્ઘટના ઘટી છે. અહીં એક પ્રાઇવેટ જેટ ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરતી વખતે એક બિલ્‍ડિંગ સાથે ટકરાઈ ગયું. બિલ્‍ડિંગ સાથે ટકરાતાં જ તેના આગ લાગી ગઈ અને વિમાનના ટુકડેટુકડા થઈને બિલ્‍ડિંગ પર વિખેરાઈ ગયું. આ દુર્ઘટનામાં ૭ લોકોના મૃત્‍યુની પુષ્ટિ કરવામાં આવી છે, જયારે ક્રેશ સાઇટ પરથી ૧૩૦ લોકોને રેસ્‍ક્‍યૂ કરી લેવામાં આવ્‍યા છે.

આ દુર્ઘટનાનો ભયાનક વીડિયો પણ સામે આવ્‍યો છે. આ દુર્ઘટના ટોલુકા નજીકના ઔદ્યોગિક વિસ્‍તારમાં થઈ છે, જ્‍યાં સ્‍થાનિક અધિકારીઓએ મોટા પાયે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. મેક્‍સિકો સ્‍ટેટ સિવિલ પ્રોટેક્‍શન કોઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્‍ડેઝે દુર્ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્‍યું કે પ્રાઇવેટ જેટમાં ૮ મુસાફરો અને ૨ ક્રૂ મેમ્‍બર્સ હતા. તેમણે જણાવ્‍યું કે આ ઘટના ટોલુકા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લગભગ પાંચ કિલોમીટર દૂર અને મેક્‍સિકો સિટીથી લગભગ ૫૦ કિલોમીટર પヘમિમાં આવેલા સાન માટેઓ એટેન્‍કો નામના વિસ્‍તારમાં બની.

સાન માટો એટેન્‍કોના મેયર એના મુનિઝે જણાવ્‍યું કે પ્રાઇવેટ જેટ ક્રેશ થયા પછી બળીને ખાખ થઈ ગયું છે અને સાત મૃતદેહો મળી આવ્‍યા છે. પ્રાઇવેટ જેટ મેક્‍સિકોના પેસિફિક કિનારે સ્‍થિત અકાપુલ્‍કોથી ઉડ્‍યું હતું અને રાજધાની મેક્‍સિકો સિટીથી લગભગ ૫૦ કિલોમીટર પヘમિમાં આવેલા ટોલુકા એરપોર્ટ પર લેન્‍ડિંગ કરવાનું હતું. જોકે, ઇમરજન્‍સીને કારણે, તેને એરપોર્ટથી પાંચ કિલોમીટર પૂર્વમાં ફૂટબોલ મેદાન પર લેન્‍ડિંગ કારવાનું હતું, પણ તે એક ઇમારતની છત સાથે ટકરાઈ ગયું.

માહિતી પ્રમાણે, વિમાને ટેકનિકલ ખામી અથવા અન્‍ય કટોકટીને કારણે ઇમરજન્‍સી લેન્‍ડિંગનો પ્રયાસ કર્યો હતો. પાઇલટે વિમાનને નજીકના ફૂટબોલ મેદાન પર લેન્‍ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ પ્રયાસ નિષ્‍ફળ રહ્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઇમરજન્‍સી લેન્‍ડિંગ દરમિયાન વિમાન સંતુલન ગુમાવી બેઠું અને ઇમારત સાથે અથડાઇ ગયું. આ અકસ્‍માત ઔદ્યોગિક વિસ્‍તારમાં થયો. વિમાન ઇમારતની છત સાથે ટકરાઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. નજીકના રહેવાસીઓએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને આશરે ૧૩૦ લોકોને બચાવવામાં સફળ રહી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્‍યો.

ઘાયલોને એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી, અને દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાઇવેટ જેટને ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરવાની જરૂર કેમ પડી તે માહિતી મેળવવા માટે તપાસ કરવામાં આવી રહી

Related posts

કેપ્ટન લિયોનેલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે FIFA worldcup ઇતિહાસનું ત્રીજું ટાઇટલ જીત્યું

Ahmedabad Samay

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

Ahmedabad Samay

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલના ઉપર ઓપરેશન સિંદૂર હુમલાઓમાં, ત્રણેય આતંકવાદી સંગઠનોના વડાઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા

Ahmedabad Samay

શુ આપ જાણો છો શોર્ટ સ્કર્ટ પહેરવા છતા શામાટે ઠંડી નથી લાગતી યુવતીઓ ને ? વૈજ્ઞાનિકોએ કારણ શોધીકાળયુ

Ahmedabad Samay

કોરોના ની પહેલી લહેરમાં PM નરેન્દ્રભાઇ મોદી નાયક સાબિત થયા તો બીજી લહેરમાં ખલનાયક

Ahmedabad Samay

યુક્રેનના ભૂતપૂર્વ સૈન્ય કમાન્ડર-ઈન-ચીફ વેલેરી ઝાલુજ્નીનું નિવેદન, ત્રીજું વિશ્વ શરૂ, વિશ્વ ભરમાં ખડભડાટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો