September 23, 2026
જીવનશૈલીતાજા સમાચારદુનિયાદેશ

વિશ્વ કરતા ભારતમાં મોંઘવારી ઓછી. અમેરિકા જેવા વિકસિત દેશમાં મોંઘવારી સાતમા આસમાને

એક તરફ, વિશ્વના મોટા દેશો આ દિવસોમાં ઘટી રહેલી અર્થવ્‍યવસ્‍થા અને મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. ખોરાક અને રહેઠાણની કિંમત આસમાને છે. પરંતુ, વિકસિત દેશોની સરખામણીમાં ભારતનું પ્રદર્શન ઘણું સારું છે. લ્‍ગ્‍ત્‍ ચ્‍ણૂંરૂર્શ્વીષ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે US, UK અને જર્મની જેવા ઘણા વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં જીવનનિર્વાહ, ખોરાક અને ઊર્જાના ખર્ચમાં વધારો ઘણો ઓછો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં મોંઘવારીનો પ્રભાવ અન્‍ય દેશોની સરખામણીએ ઓછો રહ્યો છે.

રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતથી વિકાસશીલ વિશ્વ અને ઉભરતી અર્થવ્‍યવસ્‍થાઓમાં જીવન ખર્ચમાં વધારો થયો છે, પરંતુ વૈશ્વિક ફુગાવા વચ્‍ચે અનિશ્‍ચિતતાના યુગમાં, ભારતે ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

ભારતીય રૂપિયા ૧૦૦ના આધારે કેટલાય દેશોમાં રહેવાની કિંમતનો અભ્‍યાસ કર્યો છે. તેના આધારે એવું કહેવામાં આવ્‍યું છે કે જો સપ્‍ટેમ્‍બર ૨૦૨૧માં આ દેશોમાં રહેવાની કોસ્‍ટ ૧૦૦ રૂપિયા છે તો જર્મનીમાં ૨૦ રૂપિયા, બ્રિટનમાં ૨૩ રૂપિયા અને અમેરિકામાં ૧૨ રૂપિયા વધી છે. ભારતમાં આ વધારો રૂ.૧૨ છે. ખાદ્યપદાર્થોના ભાવની દ્રષ્ટિએ અમેરિકા અને જર્મની સૌથી મોંઘા છે,

જ્‍યારે ખાદ્યપદાર્થોની કિંમતોની વાત કરીએ તો અહીં અમેરિકા અને જર્મની સૌથી મોંઘા દેશો છે. અહીં ભારતમાં ખાદ્યપદાર્થોની કિંમતો પણ ઘણી ઓછી છે. રિપોર્ટ અનુસાર, યુએસમાં રૂ.૨૫, યુકેમાં રૂ.૧૮, જર્મનીમાં રૂ.૩૩ અને ભારતમાં રૂ. ૧૫નો વધારો થયો હોય તો રૂ.૧૦૦ તેવી જ રીતે જીવન ખર્ચની વાત કરીએ તો અમેરિકામાં ૨૧ રૂપિયા, યુકેમાં ૩૦ રૂપિયા, જર્મનીમાં ૨૧ રૂપિયા અને ભારતમાં માત્ર ૬ રૂપિયાનો વધારો થયો છે.

બીજી તરફ ઊર્જાના ભાવની વાત કરીએ તો અમેરિકામાં ૧૨ રૂપિયા, યુકેમાં ૯૩ રૂપિયા, જર્મનીમાં ૬૨ રૂપિયા અને ભારતમાં ૧૬ રૂપિયાનો વધારો થયો છે. રિપોર્ટમાં કરવામાં આવેલા મૂલ્‍યાંકનના આધારે એવું કહી શકાય કે વિશ્વના મોટાભાગના વિકસિત દેશોમાં રહેવા અને ખાવાના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ ભારતમાં આ વધારો આના કરતા ઓછો છે.

Related posts

મહિલા ફૂટબોલ ટીમ AFC U-17 મહિલા એશિયન કપ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બનીને ઇતિહાસ રચવાથી માત્ર એક જીત દૂર

Ahmedabad Samay

મસાલેદાર આમળાની ચટણી બદલાતી ઋતુમાં શરીરને રાખશે સ્વસ્થ, આ રીતે અજમાવો

Ahmedabad Samay

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપનો કારમો હાર

Ahmedabad Samay

શુ આપ દુનિયાની સૌથી વિશાળકાય હોટેલ વિશે જાણો છો,આ છે ૧૦,૦૦૦ રૂમ ધરાવતી એકમાત્ર હોટેલ

Ahmedabad Samay

મુંબઇમાં એક એવી સોસાયટી બની રહી છે જે ફક્ત મુસ્લિમો માટે હશે,જાહેરાત ચર્ચામાં આવતા સરકાર ને કડક કાર્યવાહી કરવા અને તપાસના કરવા પત્ર લખવામાં આવ્યું

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો